ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં પાણીજન્ય રોગોએ માથું ઉંચકતા લોકો ભારે ચિતામાં મુકાઈ જવા પામેલ છે. પાણીજન્ય રોગથી નાના બાળકો સપડતા દવાખાનાઅો ઉભરાઇ ગયા હતા. સ્થાનિકોએ પાછલા ઘણા સમયથી પાલિકા દ્વારા આપવામાં આવતું પીવાનું પાણી દુષિત આવતું હોવાનું કારણ બતાવ્યું. રોગચાળા પર કાબુ મેળવવા પાલિકાને રજૂઆતો કરવામાં અાવી છે. ગોધરાના મોટાભાગના પશ્ચિમ વિસ્તારમાં પાલીકા દ્વારા અપાતા પાણીમાં દુષિત પાણી ભળી જતાં સ્થાનિકોને દુષીત પાણી પીવાનો વારો અાવ્યો છે. જેને લઇને પાણીજન્ય રોગચાળો વિસ્તારમાં ફસાયો છે. જેનો મોટા ભાગનો ભોગ નાના બાળકો બની રહ્યા છે. પાણીજન્ય રોગમાં બાળકો સપડતા સિવિલ હોસ્પિટલના વોર્ડ તથા ખાનગી દવાખાનાઅો દર્દીઅોથી ઉભરાયા હતા. ચોમાસાની સીઝનને લઈને પાણીજન્ય રોગ વકર્યા છે. જેને લઈને ટાઇફોઇડ કમળા, મેલેરિયા, ઝાડા ઉલ્ટીના કેસેમાં એકાએક ઉછાળો અાવ્યો છે. પશ્ચિમના અનેક વિસ્તારોમાં પાછલા ઘણા સમયથી દુષિત પાણી આવતું હોવાની અનેકવાર બૂમ ઉઠવા પામેલ છે. જેને લઈને પરિસ્થતિ વકરી હોય તેવો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.
ગત રોજ પાલિકામાં રૂબરૂ જઈને જવાબદાર અધિકારીઓ સાથે ચર્ચા કરીને સમસ્યાનું નિરાકરણ લાવવા માટે માંગ કરવામાં આવેલ હતી. પાણીજન્ય રોગોનો વાવડ ચાલવાને કારણે ગોધરા ખાતે એક બાળકને કમળો થતા તેને ખાનગી દવાખાનામાં દાખલ કર્યા બાદ તે બાળકના પિતાએ સોશિયલ મીડિયા થકી ટ્વીટ કરીને પ્રશાસનને પરિસ્થતિની જાણ કરેલ હતી. જરૂરી પગલાં ભરવા માટે માંગ કરવામાં આવેલ હતી. તાત્કાલિક પગલાં ભરવામાં નહિ આવે તો હજુ પરિસ્થતિ વકરશે તેવું જણાવ્યું હતું.
ગોધરા શહેરના મુસ્લિમ અગ્રણી અને એડવોકેટે વધુમાં જણવ્યું હતું કે હાલમાં પાણી જન્ય રોગનો વાવર ચાલતો હોવાથી વિસ્તારોમાં ઘણા સમયથી દુષિત પાણી આવતું હોવાથી પરિસ્થતિ ઉભી થઈ છે. અમો પાલિકાના જવાબદાર અધિકારીઓને મળીને રોગચાળામાં લોકો સંપડાઇ રહ્યા છે. પરિસ્થતિ વધુ વકરે તે પહેલા તાત્કાલિક જરૂરી પગલાં ભરવા માટે માગ કરવામાં આવેલ હતી. પાલિકા દ્વારા પાણી ઉકાળીને પીવું તથા અન્ય સૂચનો પણ આપવામાં આવેલ હતા. સમસ્યાનું નિરાકરણ જલ્દીથી લાવવામાં આવશે તેવી હૈયાધારણ આપી છે.