ગોધરા NEET પરીક્ષામાં ચોરીના કૌભાંડના મુખ્ય આરોપી તુષાર ભટ્ટ અને આરીફ વોરાને બાંસવાડા ખાતેથી ઝડપી પાડયા.

ગોધરા જય જલારા સ્કુલમાં નીટ પરીક્ષામાં ચોરી કરવાના કૌભાંડના ત્રણ મુખ્ય આરોપી ઈસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી. ત્રણ પૈકી વડોદરાના પરશુરામ રોયની ધરપકડ કરાઈ હતી. જ્યારે મુખ્ય સુત્રધાર તુષાર ભટ્ટ અને આરીફ વોરા જે નાસતા ફરતા હોય આરોપીઓને ઝડપી પાડવા માટે પંચમહાલ પોલીસની અલગ-અલગ ટીમો કામે લગાડી હતી. તુષાર ભટ્ટ અને આરીફ વોરાને બાંસવાડા રાજસ્થાન ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા. પકડાયેલ બન્નેની પુછપરછમાં વધુ વિગતો સામે આવશે.

  • પરશુરામ રોયના 10 દિવસના રીમાન્ડ મંજુર કરતી કોર્ટ.
  • બન્ને આરોપીઓને એસ.આઈ.ટી. સમક્ષ રજુ કરાશે.
  • તુષાર ભટ્ટ અને આરીફ વોરાને કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માંગણી કરાશે.

ગોધરા પરવડી ખાતે આવેલ જય જલારામ સ્કુલમાં નીટ પરીક્ષાનું કેન્દ્ર હોય NEET પરીક્ષા કેન્દ્ર હોય આ કેન્દ્રમાં યોજાનાર નીટ પરીક્ષમાં ચોરી થનાર હોય તેવી બાતમી જીલ્લા કલેકટરને મળતાં જીલ્લા અધિક કલેકટર અને જીલ્લા શિક્ષણાધિકારીની ટીમને તપાસ સોંંપવામાં આવી હતી. જીલ્લા શિક્ષણાધિકારી અને ટીમ દ્વારા જય જલારામ સ્કુલમાં તપાસ દરમિયાન નીટ પરીક્ષા કેન્દ્રના ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડન્ટ તુષાર ભટ્ટની ગાડી માંથી 7 લાખની રોકડ તેમજ તુષાર ભટ્ટના મોબાઈલ ફોન માંથી ગોધરા જય જલારામ સ્કુલમાં નીટ પરીક્ષામાં બેસનાર 8 પરીક્ષાર્થીઓના નામ અને રોલ નંબર તેમજ થર્મલ જય જલારામ સ્કુલમાં નીટ પરીક્ષામાં બેસનાર 20 પરીક્ષાર્થી મળી કુલ 28 પરીક્ષાર્થીઓના રોલ નંબર અને નામવાળી યાદી મળી આવી હતી. તુષાર ભટ્ટની પુછપરછ દરમિયાન આ યાદી વડોદરાના પરશુરામ રોય દ્વારા મોબાઈલ ફોન ઉપર મોકલવામાં આવી હતી. નીટ પરીક્ષામાં બેસનાર યાદીવાળા પરીક્ષાર્થીઓને પાસ કરાવવા માટે તેમજ મેરીટમાં લાવવા માટે 10 લાખ રૂપીયા નકકી થયેલા હતા અને તે પૈકીના એડવાન્સમાં 7 લાખ રૂપીયા આરીફ વોરા દ્વારા આપવા હોવાનો ખુલાસો થતાં ગોધરા તાલુકા પોલીસ મથકે મુખ્ય આરોપી તુષાર ભટ્ટ વડોદરાના પરશુરામ રોય અને આરીફ વોરા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ ફરિયાદ નોંધાતા વડોદરાના પરશુરામ રોયની વડોદરા એસ.ઓ.જી.પોલીસે અટકાયત કરી હતી અને પંચમહાલ પોલીસ દ્વારા પરશુરામ રોયને ગોધરા ખાતે લવાયો હતો અને NEET પરીક્ષામાં ચોરીના કૌભાંડ માટે નિમાયેલ SIT સમક્ષ રજુ કરાયો હતો.

જ્યારે ગોધરામાં NEET પરીક્ષામાં ચોરીનાકૌભાંડના મુખ્ય આરોપી તુષાર ભટ્ટ અને આરીફ વોરા પોલીસ ફરિયાદ બાદ ગુમ થઈને પોલીસ ધરપકડથી બચવા માટે નાસતા ફરતા હોય તુષાર ભટ્ટ અને આરીફ વોરાને ઝડપી પાડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો કામે લગાડી હતી. પંચમહાલ એલ.સી.બી.પોલીસે બાતમીદારો અને ટેકનીકલ સર્વેલન્સના આધારે બન્ને આરોપીઓ તુષાર ભટ્ટ અને આરીફ વોરાનું લોકેશન મેળવ્યું હતું અને તુષાર ભટ્ટ અને આરીફ વોરાને બાંસવાડા રાજસ્થાનથી ઝડપી પાડવામાં આવ્યા છે. ઝડપાયેલા મુખ્ય આરોપી તુષાર ભટ્ટ અને 7 લાખ રૂપીયા આપનાર આરીફ વોરાને એસ.આઈ.ટી. સામે રજુ કરતા નીટ પરીક્ષામાં ચોરીના ષડયંત્રમાં વધુ ખુલાસો થશે.

પશુરામ રોયની તપાસમાં NEET પરીક્ષામાં ચોરી કરાવવાની તમામ રાજ્ય બહારના પરીક્ષાર્થીઓ….

વડોદરાના પરશુરામ રોયની એસ.આઈ.ટી. દ્વારા હાથ ધરવામાં આવેલ પુછપરછ દરમિયાન અનેક પુરાવા મળી આવ્યા છે. NEET પરીક્ષામાં જે પરીક્ષાર્થીઓ પાસેથી રૂપીયા લઈને ચોરી કરાવવાની હતી. તેવા તમામ પરીક્ષાર્થીઓ રાજ્ય બહારના હોવાની વિગતો સામે આવી છે.