ગોધરા ખાતે યોજાયેલી NEETની પરીક્ષામાં વિદ્યાર્થીઓને પાસે થી 10લાખ રૂપિયા લઈ ચોરી કરાવવાનું મસ્ત મોટું કૌભાંડ ઝડપાયુ.

ગોધરા ખાતે યોજાયેલી NEETની પરીક્ષામાં વિદ્યાર્થીઓને 10લાખ રૂપિયા લઈ ચોરી કરાવવાનું મસ્ત મોટું કૌભાંડ ઝડપાયુ. જિલ્લા કલેકટર ને મળેલી અંગત માહિતીના આધારે સમગ્ર કૌભાંડ આવ્યું સામે જિલ્લા કલેકટરને મળેલી બાતમીના આધારે નીટની પરીક્ષા કેન્દ્ર ઉપર જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ ટીમો દ્વારા તપાસ કરાતા પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેન્ડેન્ટની ગાડીમાંથી ₹7,00,000 રોકડા મળી આવ્યા.

પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેનમેન્ટ ના મોબાઈલ માંથી whatsapp ચેટમાં કુલ છ વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થયા હોવાનું પણ સામે આવ્યું સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગોધરા તાલુકા પોલીસ મથકે ત્રણ ઈસમો વિરૂદ્ધ નોંધાવાઇ પોલીસફરિયાદ જય જલારામ સ્કૂલ ગોધરાના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા નામના ઈસમ સામે નોંધાઈ પોલીસ ફરિયાદવિશ્વાસઘાત ,છેતરપિંડી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ની વિવિધ કલમો હેઠળ નોંધાઈ પોલીસ ફરિયાદ

મેસેજમાં જણાવ્યા મુજબના નામવાળા પરીક્ષાર્થીઓ અમારી સ્કૂલમાં NEETની પરીક્ષા આપવા આવનાર છે. તેઓને પેપર સોલ્વ કરી આપવા માટે એક પરિક્ષાર્થી દીઠ રૂ. 10 લાખ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે, તેવી હકીકત તુષાર ભટ્ટ નામના ઈસમે જિલ્લા શિક્ષણ વિભાગની ટીમને જણાવ્યું હતું. જે બાદ શિક્ષણ વિભાગની ટીમે તુષાર ભટ્ટ નામના ઇસમને અન્ય પરીક્ષાર્થીઓનું પુછતા યોગ્ય પ્રત્યુત્તર ન આપ્યો હતો. જેથી તેઓના મોબાઈલ ફોનમાં તપાસ કરતા મોબાઈલ ફોનની ગેલેરીમાંથી બોલપેનથી લખેલા નામ, રોલ નંબર તથા થર્મલ લખેલો ફોટો મળી આવ્યો હતો. જે બાબતે પુછતા જલારામ ગ્રુપની થર્મલ તથા ગોધરા ખાતે આવેલા સ્કુલમાં NEETની પરિક્ષામાં બેસનાર પરીક્ષાર્થીઓના નામ અને રોલ નંબરનું લીસ્ટ છે અને તેઓને પેપર સોલ્વ કરી આપવાનું છે, તેવી હકીકત જણાવી હતી.

જે બાદ તુષાર ભટ્ટ નામના ઈસમે પોતાના હાથમાં પકડી રાખેલા બે લીસ્ટ માંગતા તેઓએ રજૂ કર્યું હતું. જેમાં થર્મલ ખાતે આવેલી જય જલારામ સ્કૂલ અને પરવડી ખાતે આવેલી જય જલારામ સ્કૂલના સેન્ટર નંબર લખ્યા હતા. બે લીસ્ટ પૈકી થર્મલ સેન્ટરના લિસ્ટમાં 20 પરીક્ષાર્થીઓના નામો વાદળી તથા લાલ કલરની પેનથી લીટી દોરી માર્કિંગ કરેલા હતા, જ્યારે પરવડી જય જલારામ સ્કૂલના લિસ્ટમાં 6 પરીક્ષાર્થીઓના નામ નીચે લાલ બોલ પેનથી લીટી દોરી માર્કીંગ કરેલું મળી આવ્યું હતું. જે બંને લીસ્ટ તથા મોબાઇલ ફોનમાં વ્હોટ્સએપ તેમજ ગેલેરી એપ્લીકેશનમાંથી મળી આવેલા નામ રોલ નંબર તથા કેન્દ્રના નામ બાબતે પુછતા તેઓએ જણાવ્યું હતું કે, આ પરીક્ષાર્થીઓને NEET પરિક્ષા આપવા બેસનાર છે.

પરિક્ષામાં વિદ્યાર્થીઓને આવડતા પ્રશ્નોના જવાબ લખવાના હતા અને બાકીના જવાબ ઉત્તરવહીમાં જે તે સ્થિતિમાં કોરા મુકી દેવાના હતા. જે પરિક્ષા પુર્ણ થાય અને સુપરવાઇઝર પરિક્ષાખંડમાંથી લેબમાં આવે અને ઓએમઆર શીટ જમા કર્યા બાદ નક્કી કરેલા રોલ નંબરવાળા પરીક્ષાર્થીઓના જવાબવહીમાં જવાબ લખી આપવાના હોવાનું જણાવ્યું હતું. વધુ પુછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, 6 પરીક્ષાર્થીઓના નામનું લીસ્ટ ગોધરાની હિલપાર્ક સોસાયટીમાં રહેતા આરીફ વોરા નામના ઈસમે આપ્યું હતું. તેઓએ પણ એક પરિક્ષાર્થી દીઠ રૂ. 10 લાખ પાસ કરવા તેમજ મેરીટમાં આવે તે માટે નક્કી કર્યા હતા અને આ આરીફ વોરાએ તેઓને રૂ. 7 લાખ સવારના સમયે તેના ઘરે બોલાવીને આપ્યા હતાં.

તુષાર ભટ્ટની કારની તપાસ કરતા 7 લાખ રોકડ મળી આવ્યા હતા. આરીફ વોરા નામના ઇસમે પરિક્ષાર્થીઓને પેપર સોલ્વ કરીને મેરીટમાં આવે તે હેતુસર એડવાન્સ આપ્યા હોવાનું તુષાર ભટ્ટ નામના ઈસમે જણાવ્યું હતું. આમ તુષાર રજનીકાંત ભટ્ટે પોતે રાજ્યસેવક તરીકે ગોધરાની જય જલારામ સ્કૂલ ખાતે ભૌતિક વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવતા તેઓને NEETની પરિક્ષામાં ડેપ્યુટી સેન્ટર સુપરિન્ટેન્ડન્ટ તરીકેની નિમણૂંક આપવમાં આવી હતી. તેઓએ કેટલાક પરીક્ષાર્થીઓને પાસ કરવા માટે ગેરરીતિ આચરવા માટે અને અન્ય પરિક્ષા આપનાર પરિક્ષાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરી પોતાના આર્થીક લાભ માટે ગોધરાના આરીફ વોરા પાસેથી રૂ. 7 લાખ એડવાન્સ તેમજ પરશુરામ રોય નામના ઇસમ પાસેથી પરીક્ષાર્થી દીઠ રૂ. 10 લાખ લેવાનું નક્કી કરીને કૌભાંડ આચર્યું હતું.

સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગોધરા તાલુકા પોલીસ મથકે ત્રણ ઈસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. જય જલારામ સ્કૂલ ગોધરાના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા નામના ઈસમ સામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.