ગોધરામાંં મુસ્લીમ સમાજ દ્વારા રમજાન ઈદની નમાઝ અદા કરી ઈદની ઉજવણી કરી

ગોધરા,રમઝાનનો મહિનો અલ્લાહની ઈબાદતનો મહિનો માનવામાં આવે છે. રમઝાન માસમાં મુસ્લિમ બિરાદરો કઠિન રોઝા રાખીને અલ્લાહની ઈબાદત અને બંદગી કરે છે. રમઝાન ઈદની પંચમહાલ જીલ્લા સહિત રાજ્યભરમાં હર્ષો ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગોધરા શહેરના ગોન્દ્રા વિસ્તારમાં આવેલા ઇદગાહ મસ્જિદમાં ઈદની વિશેષ નમાજ઼ ગોધરાના મૌલાના ગુલામ રસુલ ધંત્યા દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થયેલા મુસ્લિમ બિરાદરોને નમાજ અદા કરાવી હતી.

ઈસ્માલ ધર્મના પવિત્ર રમઝાન માસની કઠીન રોજા સાથે અલ્લાહની ઈબાદત કરવામાં આવી હતી. દરમિયાનમાં ગઇકાલે ઈદનો ચાંદ દેખાતા આજરોજ પંચમહાલ જીલ્લા સહિત ગોધરા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદ-ઉલ-ફિત્રની પરંપરાગત રીતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઇ હતી. ઈદના તહેવાર નિમિત્તે શહેર-જીલ્લામાં આવેલી તમામ મસ્જિદોમાં વહેલી સવારે ખાસ નમાઝ અદા કરવામાં આવી હતી.

અલ્લાહની બંદગીના પવિત્ર રમજાન માસના 30 રોજા પૂરા થયા છે. સાથો સાથ ઈદના ચાંદના દિદાર થતાં મુસ્લિમ સમાજ દ્વારા આજરોજ ઈદ-ઉલ-ફિત્ર (રમજાન ઈદ)ના તહેવારની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરો દ્વારા સવારે ઈદગાહ અને મસ્જિદોમાં ઈદની નમાજ અદા કરવામાં આવી હતી. નમાજ બાદ એેકબીજાને ગળે લગાડી પરસ્પર ઈદની મુબારકબાદી પાઠવી હતી. બાદ કબ્રસ્તાનોમાં આવેલ મર્હુમાની કબર પર ફૂલ ચઢાવામાં આવ્યા હતા. આ ઉપરાંત એક-બીજાને ગળે મળી ઈદની મુબારકબાદી પાઠવવામાં આવી હતી જ્યારે ઈદ અને વાસી ઈદના દિવસે હરવા-ફરવાના સ્થળોએ મુસ્લિમ બિરાદરોનો માનવ મહેરામણ સહપરિવાર ઉમટી પડશે