- ગોધરાના યુવાનોએ લોકફાળાથી કામગીરીનો આરંભ કર્યો
- બે વોર્ડની સીમા લાગતા કોને રજૂઆત કરવી તેની રહીશોમાં અસમંજસ.
ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલ હાર્દસમા વિસ્તાર એવા મોલાના આઝાદ ચોક બઝાર મોહલ્લામાં અનિયમિત સાફસફાઈ અને ઉભરાતી ગટરોને લઈને સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. જેને લઈને યુવાનોએ લોકફાળો અેકત્ર કરીને સાફસફાઈ તેમજ નાની મોટી કામગીરીનો પ્રારંભ આવેલ હતો. યુવાનોએ કાઉન્સિલરો વિરુદ્ધ બેનરો લગાવ્યા હતા. જે સોશિયલ મીડિયામાં વાયરલ થતા પાલિકા તંત્ર દોડતું થયું હતું. ગટરોની સાફસફાઈ હાથ ધરવામાં આવેલ હતી.
ગોધરા પશ્ચિમ વિસ્તારના બઝાર મોહલ્લામાંમાં આવેલ રાણી મસ્જિદની દિવાળ પાસેથી એક ગટર પસાર થાય છે. જેની ઘણા સમયથી સાફસફાઈ નહિ થવાને કારણે સ્થાનિકોએ પાલિકામાં અનેક વાર રજૂઆતો કરવા છતાં સાફસફાઈ નહિ થતા ગટરમાં કચરાના કારણે ગટરો ઉભરાઈને મુખ્ય માર્ગ ઉપર ગંદા પાણી આવી જતા સ્થાનિકો તથા રાહદારીઓ તથા સ્થાનિક વેપારીઓને ભારે હાલાકીઓ ભોગવવાનો વારો આવેલ હતો. ચોમાસાને લઇને પ્રિ મોન્સૂનની કામગીરી પણ હાથ ધરવામાં આવેલ નથી.વિસ્તારોમાં અનિયમિત સાફસફાઈને કારણે પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈને વિસ્તારના યુવાનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. સ્થાનિક 15 યુવાનોએ તાત્કાલિક લોકફાળો એકત્રિત કરીને મુખ્ય માર્ગ ઉપર પડેલ ખાડાઓ માટે સિમેન્ટ ખરીદીને કામગીરી હાથ ધરેલ હતી.
વિસ્તારમાં અનેક સ્થળોએ પાલિકા તંત્ર અમારી રજૂઆતો સાંભળતું નથી. એવા લખાણો સાથે બેનરો લગાડ્યા હતા. જે સોશિયલ મીડિયામાં વાયરલ થતા પાલિકાએ સફાઈ કર્મીઓને મોકલીને સાફસફાઈ હાથ ધરવામાં આવેલ હતી. હજુ પણ વિસ્તારમાં એક પાયાની સુવિધાઓની જરૂરિયાત ઉભી થવા પામેલ છે. ત્યારે વિસ્તારના રહીશોએ જણાવ્યું હતું કે આ વિસ્તાર વોર્ડ 6 અને 9ના સીમાડા ઉપર આવેલ હોવાથી રજૂઆતો કોણ કરવાની તે માટે અસમંસજ ઉભી થવા પામેલ છે.