ગોધરા શહેરમાં MGVCLની 25થી વધુની ટીમ દ્વારા પશ્ચિમ વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરાયું.

ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આજે વહેલી સવારમાં મધ્ય ગુજરાત વિજ કંપની અને પંચમહાલ પોલીસ તંત્રની સંયુક્ત ટીમો દ્વારા વિજ ચેકીંગ હાથ ધરવામાં આવી હતી. જેમાં એમજીવીસીએલ વિભાગ દ્વારા ધરેલા મેગા સર્ચ અભિયાનમાં પંચમહાલ સહિત અન્ય જિલ્લાઓમાંથી આવેલી ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. જેના કારણે વિજ ચોરી કરનારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

આજરોજ વહેલી પરોઢે મધ્ય ગુજરાત વીજ કંપની અને પંચમહાલ પોલીસ તંત્ર દ્વારા ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સિંગલ ફળિયા સાતપુલ વિસ્તાર રોયલ હોટલ સહિતના વિસ્તારોમાં 25 થી વધુ એમજીવીસીએલ ની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેના કારણે વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. હાલ તો એમજીવીસીએલ વિભાગની ટીમ દ્વારા સમગ્ર પશ્ચિમ વિસ્તારમાં વીજ ચોરીની ચેકિંગ હાથ ધરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, એમજીવીસીએલ વિભાગ દ્વારા પશ્ચિમ વિસ્તારમાં આ બીજી વખત વીજ ચેકીંગ હાથ ધરવામાં આવી છે.