ગોધરા MGVCL વિભાગ દ્વારા આજે વહેલી સવારે પશ્ચિમ વિસ્તારના મોટાભાગના વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન પશ્ચિમ વિસ્તારમાં વીજ મીટર બદલતી વખતે ગ્રાહક દ્વારા મીટર ઘરની અંદર મૂકી દેવામાં આવતા MGVCL કર્મચારી અને ગ્રાહક વચ્ચે ઉગ્ર બોલચાલ થવા પામી હતી. એમાં એમજીવીસીએલના કર્મચારીઓએ ગ્રાહકને જાણ કર્યા વગર જૂનું મીટર કાઢી અને નવું મીટર લગાડી દેતા મામલો બિચકાયો હતો. મામલો વધારે ઉગ્ર બનતા એમજીવીસીએલના કર્મચારીઓ દ્વારા સ્થાનિક પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે ઘટનાસ્થળે આવી મામલાને થાળે પાડ્યો હતો.
- પશ્ચિમ વિસ્તારના મોટાભાગના વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવી
- એમજીવીસીએલ કર્મચારી અને ગ્રાહક વચ્ચે ઉગ્ર બોલચાલ થવા પામી
- એમજીવીસીએલના કર્મચારીઓએ પોલીસને બોલાવી લેતા મામલો શાંત પડ્યો
ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગેની પ્લોટ ખાતે વીજ મીટર બદલવાને લઈ MGVCLની ટીમ અને ગ્રાહક સાથે ઉગ્ર બોલાચાલ થવા પામી હતી. એમજીવીસીએલના કર્મચારી દ્વારા વીજ મીટર બદલતી વેળાએ ગ્રાહકે જુનું મીટર એમજીવીસીએલના કર્મચારી પાસેથી લઇ ધરમાં મુકી દીધું હતું. જેના કારણે MGVCLના કર્મચારી અને ગ્રાહકો વચ્ચે ઉગ્ર બોલચાલ થવા પામી હતી. જેમાં એમજીવીસીએલના કર્મચારીઓને ચારે બાજુથી ઘેરી લેવામાં આવતા આખરે એમજીવીસીએલના કર્મચારીઓએ પોલીસને બોલાવી લેતા મામલો શાંત પડ્યો હતો. જેમાં ગ્રાહકને જાણ કર્યા વગર જુનુ મીટર બદલી નવું મીટર નાખવામાં આવતા હોબાળો મચાવ્યો હતો.