ગોધરામાં મહિલાઓને ઉંચા વ્યાજદરે પૈસા આપી બિભત્સ માંગણીઓ કરતા વ્યાજખોર સામે ફરિયાદ

ગોધરા શહેરના સાંપા રોડ રોડ પર આવેલ મહિલાને ગેરકાયદેસર નાણાં ઉંચા વ્યાજે આપી બિભત્સ માંગણીઓ કરીને ધમકીઓ આપતા ઈસમ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

ગોધરા શહેરના સાંપા રોડ પર આવેલ ભક્તિનગર સોસાયટીમાં રહેતા મહિલાએ ફરિયાદમાં જણાવ્યુ હતુ કે,જગદીશ પરષોત્તમદાસ છતાણી પાસે નાણાં ધિરધાર કરવાનુ કોઈપણ પ્રકારનુ લાયસન્સ નથી. તેમ છતાં તેઓએ ફરિયાદી તેમજ અન્ય મહિલાઓને ઉંચા વ્યાજદરે નાણાંનુ ધિરાણ કરીને ઉંચા વ્યાજ દર લઈને અનેક મહિલાઓ પાસેથી પૈસા પડાવી લીધા હતા. તેમજ વ્યાજના પૈસા ન ભરે તો મહિલાઓ પાસે બિભત્સ માંગણીઓ કરતો હતો.

જેને લઈને ફરિયાદી તથા અન્ય મહિલાઓ જગદીશના ધરે કહેવા જતા હતા મહિલાઓને રસ્તામાં જ રોકી બાઈક પરથી ખેંચીને નીચે પાડી દીધા હતા. તેમજ માર પણ માર્યો હતો. વધુમાં જગદીશ ફરિયાદી અને અન્ય મહિલાઓને વોટ્સએપ પર અલગ અલગ નંબર દ્વારા મેસેજ અને ફોન કરી બિભત્સ માંગણીઓ કરીને ધમકીઓ આપતા હતા. ત્યારે સમગ્ર મામલે ગોધરા શહેર એ-ડીવીઝન પોલીસ મથકે આરોપી સામે મની લોન્ડરીંગ એકટ મુજબ ફરિયાદ નોંધાવવા પામી છે.