ગોધરામાં મહાલક્ષ્મી માતાની મિલ્કતો ઉપર વેચાણ કરનાર વકફ અધિનિયમ 195 કલમની 51 બાબતે જીલ્લા કલેકટર પંચમહાલ કરે તેવી માંગ

ગોધરા, ગોધરા શહેર કસ્બાના મુખ્ય માર્ગો ઉપર આવેલ સીટી સર્વે નંબર ટી.પી.નં. ફ.પ્લોટ નં. ક્ષેત્રફળ (ચો.મી.)1725-7776 સત્તા પ્રકાર એફ ધર્માદા/વકફ અને ઈત્તર ધર્માદા સંસ્થાઓ માટે આપેલી જમીન પડોશ હકક ઈન્કવાયરી ઓફિસરના ઠરાવને આધારે સને 1936માં હકક પ્રાપ્તિનો આધાર શોધી શકાય તે પ્રમાણમાં મહાલક્ષ્મી માતાના વહીવટદાર સી.સ.નં.14/288/2 થી 14/288/24 અત્રે થયેલ છે.

ફેરફાર નોંધ નં.55 તા.29/06/1929/નામદાર હાઈકોર્ટના દી. અપીલ નં.728 સને 4024ની તા.30/09/1925 નારોજ ઠરાવ થયા પ્રમાણે સીટી સર્વે ઓફિસર પંચમહાલ ગોધરા શહેર દ્વારા 29/06/1929 પ્રમાણિત થયેલ છે, પરંતુ આ મહાલક્ષ્મી માતાની વકફની જમીનો આવેલી છે અને વકફ અધિનિયમ 195 ની કલમ 51 અન્વયે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ગાંધીનગર દ્વારા પરવાનગી મેળવી પડે છે. અને કોઈ પણ સંજોગોવશ વકફની મિલ્કતો એક વખત વકફ થાય તે કલયુગો સુધી વકફ રહે છે. તેનું વેચાણ કે તબદીલી કાયદેસર નથી. નામદાર સુપ્રિમકોર્ટના ચુકાદામાં પણ પ્રસ્થાપિત થયેલ છે. વકફ મિલ્કતો કોઈપણ વ્યકિતની વ્યકિતગત માલિકીની હોતી નથી. જેથી આ મહાલક્ષ્મી માતાની જમીનો કલયુગ સુધી વેચી શકાય નહી પરંતુ આ જમીનોમાં હાલના વેચાણ કરનાર વર્ષાબેન વસંતકુમાર ભગત દ્વારા કુલમુખત્યાર કરી ગોધરા રેલ્વે સ્ટેશનની સામે તથા બાજુમાં આવેલ બે મોટા મોટા કોમ્પ્લેકસો બનાવી મુસ્લીમ કોમના વકફ બોર્ડ ગુજરાત સરકારમાં નોંંધણી હોવા છતાં આ ધાર્મિક મિલ્કતો ગોધરાના આગળ પડતા રાજકીય લાગવગ ધરાવતા 1. સિદ્દીક યુસુફ છુંગા, 2. ઈલ્યાશ અહેમદ સીંધી વિગેરે મુસ્લીમ સમાજ દ્વારા વર્ષાબેન વસંતકુમાર ભગત દ્વારા વેચાણ દસ્તાવેજો કરી વકફ ધર્માદા મિલ્કતોને રફેદફે કરી નાખેલ છે. જેનો એ.એસ.નં.10/08/2022 અરજી નંબર-2022715129ની વોર્ડ-3 દસ્તાવેજોથી સાબિત તમામની તમામ હકીકતો જો નિગાહે લેવામાં કે લેવડાવામાં આવે તો નોંધ નં.6235 તા.07/10/2017 હુકમ મે. સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ અને વધારાના મામલતદાર પંચમહાલ, મહિસાગરના હુકમ નં.સીટીએસ/રીમાન્ડ કેસ નં.02/2017 તા.22/08/2017 થી અરજદારની અપીલ અરજી અંશત મંજુર કરવામાં આવેલ છે. પંચમહાલ જીલ્લાના તાલુકા ગોધરાના ગોધરા કસ્બામાં આવેલ સી.સર્વે નં.14/288/1/અ વાળી પટ્ટાહકકની જમીન ઉપર આવેલ કોમ્પ્લેકસવાળી મિલ્કત પૈકી ગ્રાઉન્ડ ફલોરના ભાગે આવેલ દુકાન નં.જી/13 વાળી મિલ્કત રજીસ્ટ્રર વેચાણ દસ્તાવેજ નં.5013 તા.28/10/2013 વેચાણ રાખેલી જે દસ્તાવેજના આધારે ફેરફાર નોંધ નં.2547 તા.24/12/2013 પ્રમાણિત કરવા હુકમ કરું છું તેવા હુકમની નોંધ સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ રમેશચંદ્ર મગનભાઈ ભાટીયા દ્વારા તા.25/11/2017 થી નામો 1 થી 4 ના દાખલ કરેલની યાદી 1. બતુલબેન અબ્બાસભાઈ વાધજીપુરવાલા, 2. મકસુદા અકીલભાઈ વીમાવાલા, 3. ઉમેમા નુરૂદ્દીન વાધજીપુરવાલા, 4. તસ્નીમા બુરહાન ભીખાપુરવાલાના નામો વેચાણ દસ્તાવેજોથી સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ અને વધારાના મામલતદાર મહિસાગર દ્વારા વકફ અધિનિયમ 195ની કલમ 51ની ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ગાંધીનગર વિરૂદ્ધની કાર્યવાહી કરી તાલુકા બહાર સીટીએસ/રીમાન્ડ/કેસ નં.2/2017 ચલાવી વકફની મિલ્કતોમાં લાંબી લાંબા લાંચો લઈ 1 થી 4 ના નામો દાખલ કરેલ છે. પરંતુ નોંધ નં.2547 તા.24/12/2013 વેચાણ દસ્તાવેજ નં.5013 તા.28/10/2017 રૂા.1,50,000/-પુરા થી સી.સ.નંબર 14ના 288/1/અ/ની પટ્ટાની જમીન વર્ષાબેન વસંતકુમાર ભગતનું કોઈ જગ્યાએ નામ નથી અને વકફની જમીન મુસ્લીમ કોમના ઈલ્યાસ એહમદ સીંધીના તથા સિદ્દીક યુસુફ છુંગાના પુત્ર વધુ આરીફ ઈલ્યાસ સીંધી તથા હાસમ સિદ્દીક છુંગા દ્વારા 1 થી 4 ના નામો નામજુરની નોંધ છે. આમ, હાલના વકફ ધાર્મિક જમીનો કલયુગ સુધી ના વેચાણ થાય તેવા સુપ્રિમ કોર્ટના હુકમો હોવા છતાં ખુબ જ મોટી મોટી કોમ્પ્લેકસો બે બનાવી ગેરકાયદેસર બાંધકામ વકફ અધિનિયમ 195ની કલમ 51 ની જોગવાઈઓ મહેસુલી કર્મચારીઓ અધિકારીઓ દ્વારા તથા ચીફ ઓફિસર નગર પાલિકા બાંધકામ પરમીશન આપનાર અધિકારીઓ દ્વારા પુરુ રેકર્ડ નહી તપાસી વકફ બોર્ડની કલયુગો સુધી ફેરફાર ના થાય તેમ છતાં મોટી મોટી લાંચ રૂશ્ર્વતો લઈ બાંધકામો તથા વિજ કનેકશનો આપી વકફ ધાર્મિક દાન આપેલ મિલ્કતો વર્ષાબેન વસંતકુમાર ભગત દ્વારા મુસ્લીમ સમાજના ઈસમો સાથે મળી મહાલક્ષ્મી માતાની જમીનો વેચાણ ના થાય તેવી મિલ્કતો વેચી પાડેલ છે અને તેઓ કયા આધારે વેચાણ દસ્તાવેજો તથા કુલમુખત્યાર નામો મુસ્લીમ સમાજને હિન્દુ મિલ્કતોમાં કરી આપે છે. તેવી જીલ્લા કલેકટર પંચમહાલ ગોધરા અધિકારી દ્વારા તપાસ થાય તેવી હિન્દુ સમાજ દ્વારા માંગો ઉઠવા પામી છે અને રેલ્વે સ્ટેશન રોડ તમામ પ્રજાના બંધારણી હકકો છે અને અશાંતધારો કાયમી રહે તેવી હિન્દુ સમાજ દ્વારા પણ માંગો છે. જેથી બન્ને કોમ્પ્લેકસોના વેચાણ લેનારાઓના નિવેદનો જો લેવામાં આવે તો તમામ ગેરરીતિઓ આવવાની સંભાવનાઓ છે.