ગોધરા તાલુકાના કાંસુડી ગામે અરજી પાછી ખેંચવાની અદાવતે ચાર ઈસમોએ એક મહિલા પર ધારિયા વડે હુમલો

ગોધરા તાલુકાના કાંસુડી ગામે અરજી પાછી ખેંચવાની અદાવતે ચાર ઈસમોએ એક મહિલા પર ધારિયા વડે ઈજાઓ પહોંચાડી હતી. ગોધરા તાલુકાના કાસુડી ચોકડી પાસે ચાર જેટલા માથાભારે શખ્સોએ અરજી પાછી ખેંચવાની અંગત અદાવત રાખીને એક મહિલા ઉપર ધારિયા જેવા મારક હથિયારો વડે જીવલેણ હુમલો કરી લોહીથી લથપથ કરી દીધા હતા. જ્યારે બીજી બાજુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા મહિલાને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે સમગ્ર બનાવની ગોધરા એ-ડિવિઝન પોલીસ મથકમાં ચાર માથાભારે શખ્સો વિરોધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ બનાવની પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા તાલુકાના કાંસુડી ગામે આવેલા રેલવે સ્ટેશન નજીકના મંદિર ફળિયામાં રહેતા આશાબેન રૂમાલભાઈ પટેલે ગોધરા શહેર એ-ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ગત તા.24 નવેમ્બરના રોજ તેઓ પોતાના માતા મંજુલાબેન પટેલ સાથે ગોધરાથી ખરીદી કરીને ઘરે આવી રહ્યા હતા. તે વેળાએ કાંસુડી ચોકડી પાસે આવીને ફુલસીંગ છગનભાઈ બારીઆએ જણાવ્યું હતું કે, અમારી વિરુધ્ધ રીટા ભીમસિંહ વહોનિયાએ જે અરજી આપી છે તે પાછી લઈ લો.

તેમ કહેતા મંજુલા રૂમાલભાઈ પટેલએ જણાવ્યું હતું કે કે અમે અરજી પાછી લેવાના નથી, તેમ કહેતા અમારી સાથે બોલાચાલી કરીને અપશબ્દો બોલતા હતા. જેથી માતા પુત્રીએ અપશબ્દો બોલવાની ના પાડતાં અર્જુન છગનભાઈ બારીઆએ ઉશ્કેરાઈ જઈને તેમના હાથમાં રહેલું ધારીયુ મંજુલાબેનને નાક પર મારી દીધું હતું. જે બાદ શંકર છગનભાઈ બારીઆએ દોડી આવીને મંજુલાબેનને માથાના ભાગે લાકડી મારી દીધી હતી. ત્યાર બાદ જગદીશ ફુલસીંગભાઈ બારીઆએ પણ મંજુલાબેનને લાકડી મારી દીધી હતી અને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. સમગ્ર ઘટનાને લઈને ગોધરા શહેર એ ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવા પામી છે.

ગોધરા તાલુકાના કાસુડી ચોકડી પાસે ચાર જેટલા માથાભારે શખ્સોએ અરજી પાછી ખેંચવાની અંગત અદાવત રાખીને એક મહિલા ઉપર ધારિયા જેવા મારક હથિયારો વડે જીવલેણ હુમલો સંદર્ભમાં મોનિકાબેન સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, તેમની માતા અને તેઓ બજારમાં સામાન લેવા માટે જઈ રહ્યા હતા ત્યારે પરત આવતા હતા. ત્યારે સામા પક્ષવાળા માથાભારે ઈસોમોએ તેમની માતાને કહેતા હતા કે પેલી અરજી છે તે પાછી ખેંચી લો ત્યારે મોનિકાબેનની માતાએ કહ્યું હતું કે તમે મારા છોકરાના ઝાડ ઉપર બાંધીને ખરાબ ખોટી ગાળો બોલતા હતા. એટલે હું હજી પાછી નહીં ખેંચું.

એટલામાં આવેશમાં વરઘોડો ચઢેલા ચાર જેટલા માથાભારે ઈસમોએ મોનિકાબેનની માતા અને હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા હતા. જેથી ઇજાગ્રસ્ત હાલતમાં પડી રહેલા મોનિકાબેનની માતાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બીજી બાજુ મોનિકાબેને આક્ષેપ કર્યો હતો કે આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે પોલીસ કઈ કાર્યવાહી કરતી નથી. જ્યારે ચારે માથાભારે ઈસમો મોનિકાબેનને ખુલ્લેઆમ ધમકી આપી કહી રહ્યા હતા કે પોલીસ અમારું કશું બગાડી શકે નહીં તેવી ધમકીઓ આપી રહ્યા છે તેવું મોનિકાબેન જણાવ્યું હતું