ગોધરા નગરમાં કાળી ચૌદસના દિવસે “ભૂત બતાવો 1 કરોડ લઇ જાઓ” ના બેનરો ગાયબ થયાની સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયર…..

ગોધરા નગરના સામાજિક કાર્યકર તોફીક મલેકની સોશિયલ મીડિયા પોસ્ટ પર કોમેન્ટોનો કીડીયારૂ… “ભૂત ભોગાવો એક કરોડ લઇ જાવો”ના બેનરો શોધવા ભૂતોનો સહારો લેવાનો વારો…

છેલ્લા કેટલાય સમયથી ગોધરા નગરમાં એક ઈસમ દ્વારા તહેવારોના વડેરા એવા દીપાવલીના પર્વ પૂર્વે “ભૂત બતાવો એક કરોડ લઈ જાવો” નું લખાણ લખેલ બેનરો લગાવવામાં આવતા હતા તે સમયે ધાર્મિક માન્યતાઓમાં શ્રધ્ધા રાખનારા અનેક લોકોના મુખે ચર્ચાઓ થવા લાગતી હતી કે આ ઈસમ આવા બેનરો લગાવી કાળી ચૌદસને પરોક્ષ રીતે મજાક બનવાનો પ્રયાસ કરી રહ્યો છે… પરંતુ છેલ્લા બે વર્ષથી અદ્શ્ય શબ્દની ખ્યાતિ મેળવેલ પ્રેત આત્માઓને “ભૂત” દર્શાવી ઈનામ આપવાના બેનરો ગોધરા નગરમાંથી અચાનક ગાયબ થઈ જતા લોકોમાં અનેક તર્ક વિતર્કો સહિતની ચર્ચાઓ સંભળાઈ રહી હતી, જે ચર્ચાઓનો સોશિયલ મીડિયામાં કટાક્ષ તરીકેનો મથળો બનાવી ઉપયોગ કરનાર નગરના એક સામાજિક કાર્યકર તોફીક મલેકની પોસ્ટ પર કોમેન્ટોનું કીડયારું ઉભરાયું હતું…
આ સમયે એ બેનર લગાવનાર ઇસમની તરફેણ કરવા સોશિયલ મીડિયા યુનિવર્સિટીના કહેવાતા તજજ્ઞો મો માથા વગરની વાતો લઈ જ્ઞાન પીરસવા લાગ્યા હતા… જેનો પ્રત્યુત્તર આપવા તોફિક મલેકની પોસ્ટને સમર્થન આપનારાઓએ કોમેન્ટોની વણઝાર વરસાવી દીધી હતી.. જેથી આ વરસનો કાળી ચૌદસનો દિવસ ગોધરા નગરના સોશિયલ મીડિયા ચાહકો માટે યાદગાર બની ગયો હતો.