ગોધરાની જય જલારામ સ્કુલમાં નીટ પરીક્ષામાં ચોરીનુંં કૌભાંડનો પર્દાફાશ

  • શાળામાં નીટ પરીક્ષાનો ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડન્ટ તુષાર ભટ્ટની ગાડી માંથી 7 લાખની રોકડ મળી.
  • નીટ પરીક્ષામાં પેપર સોલ્વ કરી પાસ કરવા તેમજ મેરીટમાં લાવવા 10 લાખ નકકી કરાયા.
  • 7 લાખ રૂપીયા આશીફ વોરાએ તુષાર ભટ્ટને આપ્યા હતા.
  • ગોધરા તાલુકા પોલીસ મથકે તુષાર ભટ્ટ, પરશુરામ રોય અને આશીફ વોરા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ.

ગોધરા, પંચમહાલ જીલ્લા કલેકટરને મળેલ બાતમીના આધારે નીટ પરીક્ષા કેન્દ્ર ગોધરા પરવડી ચોકડી જય જલારામ સ્કુલ ઉપર જીલ્લા અધિક કલેકટર અને જીલ્લા શિક્ષણાધિકારીની ટીમો દ્વારા તપાસ કરવામાંં આવતાં પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડન્ટની ગાડી માંંથી 7 લાખ રૂપીયા રોકડા મળી આવ્યા હતા. પરીક્ષા ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડન્ટના મોબાઈલ ફોનના વોટસઅપ ગૃપના શેરમાં કુલ 6 વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપીયા લેવાનું નકકી કરાયાનુંં તપાસમાં સામે આવતા આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ ધટનામાં જય જલારામ સ્કુલના શિક્ષક તુષાર ભટ્ટને સ્કુલ માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પંચમહાલ જીલ્લા કલેકટરને બાતમી મળી હતી કે, ગોધરા પરવડી ચોકડી જય જલારામ સ્કુલમાં યોજાનાર નીટની પરીક્ષામાં ગેરરીતિ આચરનાર હોય તેવી ચોકકસ માહિતીના આધારે જીલ્લા કલેકટર દ્વારા જીલ્લા અધિક કલેકટર અને જીલ્લા શિક્ષણાધિકારી કે.એમ.પટેલને તપાસ સોંંપવામાં આવી હતી. મળેલ માહિતીના આધારે જીલ્લા શિક્ષણાધિકારી તેઓની ટીમ સાથે પરવડી ચોકડી જય જલારામ સ્કુલમાંં સવારે 10 વાગ્યાના સમયે પહોંચ્યા હતા. જ્યાં પ્રિન્સીપાલનની ઓફિસમાંં શાળાનો સ્ટાફ હાજર હતો. જ્યાં તમામની પુછપરછ હાથ ધરાઈ હતી. તપાસમાંં પરીક્ષા સેન્ટર ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ તુષાર ભટ્ટ હાજર હોય તુષાર ભટ્ટના બે મોબાઈલ ફોન કબ્જે લઈને તપાસ હાથ ધરવામાંં આવતાંં બે મોબાઈલ પૈકી એક મોબાઈલ ફોનની તપાસ દરમિયાન વોટસએપ માંંથી પરશુરા રોય નામની ચેટમાં કોમ્પ્યુટર સ્કીન માંંથી મોકલેલ ત્રણ ફોટો મળી આવ્યા હતા. આ ચેટમાં 11 પરીક્ષાર્થીઓના નામો રોલ નંબર અને પરીક્ષા કેન્દ્રનું સરનામું લખેલ મળી આવ્યું હતુંં. જ્યારે બીજા મેસેજ માંથી પરીક્ષાની વિગતો મળી આવી હતી. આ બાબતે જીલ્લા શિક્ષણાધિકારીની ટીમ દ્વારા પુછપરછ કરવામાં આવતાંં વડોદરાના રોય ઓવરસીસના માલિક પરશુરામ રોય દ્વારા મોકલી હોવાની કબુલાત કરી મોબાઈલ ફોન માંથી મળેલ મેસેજમાંં જણાવ્યા મુજબ નામવાળા પરીક્ષાર્થીઓ અમારી નીટ પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપવા આવનાર છે. તેવા પરીક્ષાર્થીઓએ પેપર સોલ્વ કરી આપવા માટે એક પરીક્ષાર્થી દીઠ 10 લાખ રૂપીયા લેવાનુંં નકકી કરાયું હતું. જય જલારામ સ્કુલ પરવડી શાળાના શિક્ષક અને ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડન્ટ તુષાર ભટ્ટને અન્ય પરીક્ષાર્થીઓનું પુછતા યોગ્ય જવાબ આવ્યો ન હતો. જેથી મોબાઈલ ફોનની તપાસ કરતાં મોબાઈલ ફોન ગેલેરીમાં બોલપેનથી લખેલ પરીક્ષાર્થીનુંં નામ, રોલ નંંબર તથા થર્મલ લખેલો ફોટો મળી આવ્યો. આ બાબતે તુષાર ભટ્ટને પુછતા જલારામ ગૃપની થર્મલ તથા ગોધરા ખાતે આવેલ સ્કુલમાંં નીટની પરીક્ષામાં બેસનાર પરીક્ષાર્થીઓના નામ અને રોલ નંબરનુંં લીસ્ટ છે અને તેઓને પેપર સોલ્વ કરી આપવાનું જણાવેલ છે. તુષાર ભટ્ટની ગાડી માંથી મળેલ 7 લાખ રૂપીયા આશીફ વોરાએ એડવાન્સ પેટે આપ્યા હતા. આ બાબતે જીલ્લા શિક્ષણાધિકારીએ ગોધરા તાલુકા પોલીસ મથકે તુષાર ભટ્ટ, પરશુરામ રોય, આશીફ વોરા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંંધાવા પામી છે.

પરીક્ષાર્થીને પાસ કરવા અને મેરીટ માટે 10 લાખ નકકી થયા…

જય જલારામ સ્કુલના તુષાર ભટ્ટની પુછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, ગોધરા હિલ સોસાયટીમાં રહેતા આશીફ વોરા દ્વારા 6 પરીક્ષાર્થીઓના નામનું લીસ્ટ આપ્યું હતું અને એક પરીક્ષાર્થી દીઠ 10 લાખ રૂપીયા પાસ કરવા તેમજ મેરીટમાં આવે તે માટે નકકી કરાયા હતા.

જય જલારામ સ્કુલ પરવડી ચોકડી અને થર્મલના પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાર્થીઓની યાદી મળી….

પરવડી ચોકડી જય જલારામ સ્કુલમાંં જીલ્લા શિક્ષણાધિકારીની ટીમની તપાસ દરમિયાન તુષાર ભટ્ટના હાથમાં રાખેલ લીસ્ટ માંગવામાં આવ્યા હતા. આ લીસ્ટમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં થર્મલ જય જલારામ સ્કુલ અને પરવડી ખાતે આવેલ જય જલારામ સ્કુલ નીટ સેન્ટર નંબર લખ્યા હતા. થર્મલ સેન્ટરના લીસ્ટમાં 20 પરીક્ષાર્થીઓના નામો વાદળી તથા લાલ પેનથી લીટી દોરીને માર્કિંંગ કરેલ હતા. જ્યારે પરવડી જય જલારામ સ્કુલના લીસ્ટમાં 6 પરીક્ષાર્થીઓના નામોની લાલ બોલપેરની લીટી દોરી માર્કીંંગ કરેલ મળી આવ્યા હતા. આ બન્ને લીસ્ટ તુષાર ભટ્ટના મોબાઈલ ફોન વોટસએપ તેમજ ગેલેરીમાંં મળેલ આ બાબતે પુછતા આ પરીક્ષાર્થીઓ નીટ પરીક્ષામાં બેસનાર છે. તેવો ખુલાસો કર્યો હતો.

નીટ પરીક્ષામાં આવડતા પ્રશ્ર્નો લખી જવાબવહી કોરી મુકયા બાદ જવાબ લખવાના હોવાનો ખુલાસો…

નીટની પરીક્ષામાં નકકી થયેલ પરીક્ષાર્થીઓને પરીક્ષામાં આવડતા પ્રશ્ર્નોના જવાબ લખવાના હતા. બાકીના જવાબ ઉત્તરવહીમાંં જે તે સ્થિતીમાં કોરા મુકી દેવાના હતા. જે પરીક્ષા પુરી થયા અને સુપરવાઈઝર પરીક્ષા ખંડ માંથી લેબમાં આવે અને ઘખછ શીટ જમા કર્યા બાદમાં નકકી કરેલા રોલ નંબરવાળા પરીક્ષાર્થીઓના જવાબવહીમાંં જવાબ લખી આપવાનું જણાવ્યું હતું.