ગોધરામાં આઈ.ટી.આઇ. ગુરૂકૃપા સોસાયટીના 40 વર્ષીય વ્યકિત ગદુકપુર નદીના પાણીમાં ડુબી જતાં મોત

ગોધરા, ગોધરા તાલુકાના ગદુકપુર ગામે બાયપાસ રોડથી ઉતરતા પુલ નીચે આઈ.ટી.આઈ. પાછળ ગુરૂકૃપા સોસાયટીમાં રહેતા 40 વર્ષીય વ્યકિત નદીના પાણીમાં અગમ્યકારોણસર પડી પાણી પી જતાં મરણ જતાં ગોધરા રૂરલ પોલીસ મથકે અ.મોતની ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા જાફરાબાદ આઈ.ટી.આઈ. ગુરૂકૃપા સોસાયટીમાં રહેતા દેવરાજ ચંદુલાલ કલવાણી ઉ.વ.40 એ ગદુકપુર ગામે બાયપાસ રોડથી ઉતરતા પુલ નીચે કોઈ અગમ્યકારણોસર નદીના પાણીમાં પડી જતાં પાણી પી જતાં મોત નિપજાવા પામ્યું. આ બાબતે ગોધરા રૂરલ પોલીસ મથકે અ.મોતની ફરિયાદ નોંધાવા પામી છે.