
ગોધરા શહેરમા આવેલી પોલન બજાર વિસ્તારમા સવારથી આઈટી વિભાગ દ્વારા વેપારીઓને ત્યાં સર્ચ હાથ ધરવામા આવતા વેપારી આલમમાં દોડધામ મચી જવા પામી છે. જાણીતી ઓટોમોબાઈલ હબમાં પણ રેડ પાડવામાં આવી હતી અને તપાસ હાથ ધરાઈ હતી.
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આઈટી વિભાગ દ્વારા પોલનબજાર વિસ્તારમાં આવેલી કેટલીક દુકાનોમાં સર્ચ હાથ ધરવામાં આવતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. કેટલીક ઓટોમોબાઈલની દુકાનોમાં પણ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં કેસરી ઓટો જે જાણીતું ઓટોમોબાઈલ હબ છે. ત્યાં પણ તપાસ હાથ ધરવામા આવી રહી હોવાની વિગત જાણવા મળી રહી છે.

ગોધરાના પોલનજાર વિસ્તારમાં ઈન્કમટેકસ વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. ઈન્કમટેકસ વિભાગની ટીમો દ્વારા કેસરી ઓટો.માં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ગોધરામાં ઈન્કમટેકસ વિભાગના દરોડાના પગલે સ્થાનિક વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ઈન્કમટેકસ વિભાગના અધિકારીઓ દ્વારા કેસરી ઓટોની તમામ દુકાનોમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે.