ગોધરામાં હિન્દુ છાત્રોને મફત શિક્ષણ આપતાં મુસ્લિમ સમાજનાં શિક્ષકે ભારતીય રાખડીથી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી

ગોધરા, પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરા શહેરમાં કેટલાય વર્ષોથી બહારપૂરા સ્લમ વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને મફત શિક્ષણ અભ્યાસ 14 વર્ષ થી બાળકોને શિક્ષણ લારા હોસ્પિટલ ના ખ્યાતનામ ડો સુજાત વલી સાહેબના નેતૃત્વમાં ગોધરા શહેરના એક સામાન્ય પરિવારમાંથી આવતા મુસ્લિમ સમાજનો ડંકો વગાડનાર મશહૂર શિક્ષકશ્રી ઈમરાન સાહેબ 160 થી વધુ બાળકોને મફત શિક્ષણ લગાતાર આપી રહ્યા છે.

ગરીબ અને મધ્યમવર્ગના, માતા અને પિતાના સ્વજનો ગુમાવી ચુકેલા અને અનાથ બાળકોનું ભવિષ્યનું સિંચન કરતાં એક મુસ્લિમ સમાજનો નામાંકિત મશહૂર શિક્ષકશ્રી ઈમરાન સાહેબ હિન્દુ ધર્મના રીતિ રિવાજ પ્રમાણે ગરીબ અને મધ્યમવર્ગના બાળકોને ભાઈ અને બહેનનાં પવિત્ર પર્વ નિમિત્તે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી આપનો દેશ વિવિધ ધર્મોથી જોડાયેલો છે આવા સંજોગોમાં આવા સમયે એકતા અને અખંડિતતા ભાઈચારોનો સંદેશ ફેલાવતા રક્ષાબંધન પર્વની ઉજવણી તમામ બાળકોએ મહાકાલ મંદિર બહારપૂરા ભોલેનાથ ભગવાનની પ્રતિમા સમક્ષ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરામા એક માત્ર મફત શિક્ષણ અભ્યાસ કરાવે છે અહીં તમમાં બાળકોએ ભાગ લીધો હતો અને ભાઈ અને બહેનનાં પવિત્ર અને પાવન પર્વ રક્ષાબંધનની ઉજવણી કરતા અમારી, ભાઈ અને બહેનની અને દેશની રક્ષા કરીશું. આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દરેક બાળકો, મહિલાઓ, યુવાનો અને ભારતીય દરેક સમાજ માટે આવાં પવિત્ર અને પાવન પર્વ નિમિત્તે ઈશ્ર્વરથી પ્રાર્થના કરીશું તેવી ભાવના સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

આવા પવિત્ર અને પાવન પર્વ નિમિત્તે ડો સુજાત વલી સાહેબ નામાંકિત શિક્ષકશ્રી ઈમરાન સાહેબ, તમામ બાળકોના વાલ્મીકી સમાજ મારવાડી, સમાજ ભોઈ સમાજ, તમમાં સમજે વાલીઓએ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે શિક્ષકશ્રી ઈમરાન સાહેબ મુસ્લિમ સમાજનો દરેક બાળકો, મહિલાઓ, તમામ સમાજ સાથે પ્રેમ, કરૂણા, સેવા, ભાઈચારો, અસ્થા, અખંડિતતા, સામાજિક અને સાંસ્કૃતિક, ઘાર્મિકની લાગણીઓ અમે ક્યારેય જોવા નથી મળી પરંતુ 14 વર્ષથી શિક્ષકશ્રી ઈમરાન સાહેબના બહારપૂરા ગોધરામા આવતાની સાથે અમારી આગણે રોશની સુવાસ ફેલાવી દીધી છે તે દરેક સમાજમાં એક મિશાલ સાબિત જીવતો જાગતો જોવા મળે છે શિક્ષકશ્રી ઈમરાન સાહેબના આટલાં વર્ષો સુધી એકજ સ્થળે કામગીરી કરી છે મોંઘવારીના ભરડામાં અમારા બાળકોને શિક્ષણ આપે છે આવામાં એક માત્ર અમારો વિકલ્પ શિક્ષકશ્રી ઈમરાન સાહેબ છે તમામ વિદ્યાર્થી મિત્રો, દરેક સમાજનાં અગ્રણીઓ, આગેવાનો, મહિલાઓએના દિલમાં સ્થાન મળ્યું છે દરેક લોકા દિલમાં વસી ગયા છે અને માન સન્માન આપી બાળકોને શિક્ષણ પીરસી લોકોમાં જનજાગૃતિ શિક્ષકશ્રી ઈમરાન સાહેબ સમગ્ર ગુજરાતમાં ગોધરાની સુવાસ ફેલાવી દીધી છે તમામ લોકોએ આવા સંજોગોમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણ આપી દરેક આભાર વ્યક્ત કર્યો હતો. ભવિષ્યમાં આ પ્રકારની પ્રવૃત્તિ કરતાં રહો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.