
મળતી વિગતો મુજબ ગત રોજ ગોધરા નગરના મધ્યમાં આવેલ વિશ્વકર્મા ચોક વિસ્તારમાં એક વાનર હડકાયો બની લોકોને દોડાવી રહ્યો હોવાની વાતો સુનામીની જેમ વહેવા લાગી હતી અને જોતજોતામાં સૂરજ આથમે એ પહેલા રાઘવાયા બનેલા વાનરે એક બાળક સહિત 13 લોકોને બચકા ભરી ઘાયલ કરી દીધા હોવાની સત્ય હકીકત સામે આવી હતી..
હડકાયા બનેલા વાનરને પકડવા સ્થાનિકો દ્વારા વન વિભાગમાં જાણ કરવામાં આવી…
રમણે ચઢેલો વાનર રાત્રિના અંધકારમાંય લોકોને દોડાવતો હોવાની સ્થાનિકોની રજુઆત…
જેના કારણે શાહવલીવાડ વિસ્તાર સહિત આજુબાજુના વિસ્તારમાં ભયનો માહોલ પ્રસરાય ગયો હતો.. તેમજ રાતના અંધકારમાં શાહવલીવાડ વિસ્તાર નજીક આવેલ સિવિલ હોસ્પિટલ પાસેના રોડ પરથી અવર જવર કરતા અનેક લોકોની પાછળ વાનર દોડ્યો હોવાની ચર્ચાઓ ચારેકોર ચર્ચાઈ રહી હતી.. ત્યારે વન વિભાગ સહિતનો જવાબદાર તંત્ર હડકાયા બનેલા વાનરને તાત્કાલિક ધોરણે પાંજરે પુરે એવી લોકોમાં ફરિયાદ ઉઠી રહી છે… કારણ કે વિશ્વકર્મા ચોક ગોધરા નગરના મધ્યમાં આવેલો વિસ્તાર છે, તેમજ આ વિસ્તારની આજુબાજુ સિવિલ હોસ્પિટલ સહિત અનેક ખાનગી હોસ્પિટલો આવેલી છે… તેમજ સરકારી તેલંગ હાઈસ્કૂલ સહિત અન્ય બે શાળાઓ આવેલી છે.. માટે આ વિસ્તાર આખ્ખો દિવસ લોકોની અવર જવરથી ઉભરાયેલો જોવા મળે છે… જેથી જો રઘવાયા બનેલા વાનરને પકડવામાં તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે કામગીરી કરવામાં ન આવી તો ઉગતા સૂરજની સાથે અનેક અજાણ્યા તથા નિર્દોષ લોકો હડકાયા બનેલા વાનરનો શિકાર બની જશે.
