ગોધરાના સ્ટેશન રોડ વિસ્તારમાં ભરત મહેતા ટ્રેડર્સમાં GST વિભાગના દરોડા.

ગોધરા શહેરમાં સ્ટેશન રોડ ઉપર આવેલ ભરત મહેતા ટ્રેડર્સમાં જીએસટી વિભાગ વડોદરા થી આવેલા અધિકારીઓની ટીમ દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. 

ગોધરા શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલ પોલીસ ચોકી નંબર છ પાસે આવેલ ભરત મહેતા ટ્રેડર્સ તેલ ની પેઢી ઉપર જીએસટી વિભાગ વડોદરા ની ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યા છે આ તેલની પેઢી ઉપર જીએસટી વડોદરા ના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે સ્ટેશન રોડ ઉપર તેલની પેઢી ઉપર જીએસટી વિભાગ ના અધિકારીઓ દ્વારા સર્ચ કરી શું શું વિગતો બહાર આવી તે જોવા ની રહિયું હાલ ગોધરા ના સ્ટેશન રોડ વિસ્તારના અન્ય વેપારીઓમાં પણ ફફડાટ મચી જવા પામ્યો છે.

GST વિભાગની ટીમ દ્વારા વેપારીના તમામ વ્યાવસાયિક દસ્તાવેજો, બિલ બુક, સ્ટોક રજિસ્ટર અને અન્ય આનુષંગિક કાગળોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીને પગલે સ્થાનિક વેપારી વર્ગમાં ફફડાટ ફેલાયો છે.