
ગોધરા,
ગોધરા તાલુકાના પોપટપુરા ગામે ટીબી હોસ્પિટલવાળી જગ્યા માંથી ગેરકાયદેસર રીતે માટી ખનન કરવામાંં આવતું હોય અને આ ટીબી હોસ્પિટલવાળી જમીન માંથી તૈયબ દોલતી દ્વારા ગેરકાયદેસર રીતે પરવાનગી વગર માટી ચોરી કરવામાં આવી રહી છે.
ગોધરા તાલુકાના પોપટપુરા ગામે હાઈવે રોડ ટચ ટીબી હોસ્પિટલવાળી જમીન માંથી તૈયબ દોલતી દ્વારા ગેરકાયદેસર રીતે માટીનું ખોદકામ કરી આ માટીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. પોપટપુરાની ટીબી હોસ્પિટલવાળી સરકારી જમીન માંથી ગેરકાયદેસર રીતે કરવામાં આવતાં માટી ખનન માટે જીલ્લા ખાણ ખનિજ વિભાગ અને ગોધરા પ્રાંત અધિકારી દ્વારા સ્થળ તપાસ કરી ખોદકામવાળી જગ્યાની માપણી કરી દંડની કાર્યવાહી કરાય છે કે કેમ તે જોવું રહ્યું.