ગોધરા શહેરના પ્રભારોડ વિસ્તારમાં આવેલી સોસાયટી વિસ્તારોમાં રાત્રીના સમયે કેટલાક અસામાજીક તત્વો દ્વારા ગાયોની ઉઠાંતરી કરતા હોવાનું પ્રકાશમાં આવ્યું છે.ત્યારે ગાયોની ફોર વ્હીલ કારમાં ઉઠાંતરી કરતી ટોળકી સોસાયટીના એક ઘરના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે જેમાં રીતસર જોવા મળી રહ્યું છે કે તેઓ ગાયો ને ઉઠાવી જાય છે.ત્યારે આ મામલે સ્થાનિક પશુપાલક દ્વારા ગોધરા શહેર પોલીસ મથકે અજાણ્યા ગાયો ઉઠાવગીરો સામે ફરિયાદ નોધાવી હતી.
ગોધરા શહેરના પ્રભારોડ વિસ્તારમાં આવેલી ગણેશ નગર સોસાયટી તેમજ વિસ્તારની અન્ય સોસાયટીઓમાંથી કેટલાક અસામાજીક તત્વો દ્વારા રાત્રીના સમયે ફોર વ્હીલ કારમાં આવી ગાયોની ઉઠાંતરી કરતા હોવાનું પ્રકાશમાં આવ્યું છે.જેઓ ગાયો ની ઉઠાંતરી કરતા સોસાયટીના એક ઘરના સીસીટીવી કેમેરામાં આબાદ કેદ થવા પામ્યા છે.અને જે અંગેના વિડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયાં છે.ત્યારે આ મામલે ગોધરા શહેરનાં શહેરીજનોમાં પણ રોષ ભભૂકેલો જોવા મળી રહ્યો છે.ત્યારે સ્થાનિકોના જણાવ્યા મળ્યા મુજબ આજ સોસાયટી વિસ્તારોમાંથી ગાયો ઉઠાવી જવાની આ વર્ષમાં ચોથી ઘટના છે.ત્યારે આ મામલે સ્થાનિકો ની માંગ છે કે ગાયો ની ઉઠાંતરી કરતી ટોળકી ને વહેલી તકે જબ્બે કરી તેઓની શાન ઠેકાને લાવવામાં આવે.ત્યારે જાણવા મળ્યા મુજબ જો કોઈ આવા તત્વો સામે કોઈક જાગૃત વ્યક્તિ પ્રતિકાર કરે તો તેઓ દ્વારા તેની પર હિંસક હુમલા પણ કરવામાં આવે છે.ત્યારે સમગ્ર મામલે સ્થાનિક પશુપાલક દ્વારા ગાયો ઉઠાવી જનારા અસામાજિક તત્વો સામે પોલીસ ફરિયાદ પણ નોધાવી હોવાનું જાણવા મળી રહ્યું છે.જેમાં પોલીસે ફરિયાદ નોધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.