ગોધરા-દાહોદ રોડ ઉપર ગણેશ નગર સોસાયટી માંંથી ફોર વ્હીલમાં ગાયોની ચોરી કરતાં દ્દશ્યો સી.સી.ટીવીમાં કેદ થયા

ગાયોની ચોરીના દ્દશ્યો જોઈ ગૌ પ્રેમીઓમાં ભારે રોષ.

ગોધરા,
ગોધરા-દાહોદ હાઈવે રોડ ઉ5ર આવેલ ગણેશ નગર સોસાયટીમાં રહેતા બ્રાહ્મણભાઈના ધરના વાડામાં બાંધી રાખેલ બે ગાયોની ચોરી કરી જતાં સી.સી.ટીવી ફુટેઝ સામે આવતાં હડકંપ મચી જવા પામ્યો. સાથે ગૌ ચોરી કરતાં ઈસમો સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો.

ગોધરા-દાહોદ હાઈવે રોડ આઈ.ટી.આઈ.ની સામે આવેલ ગણેશ નગર સોસાયટીમાં રહેતા બ્રાહ્મણભાઈના વાડામાં બે ગાયો બાંધેલ હતી. જે ગાયોને ગૌ ચોરી કરતાં ઈસમો દ્વારા ફોર વ્હીલ ગાડીમાં ભરીને ચોરી કરી ગયા હોય તેવા દ્દશ્યો સી.સી.ટીવી કેમેરા ફુટેઝમાં જોવા મળ્યા છે. ભરચક વિસ્તાર માંથી ગાયોની તસ્કરી કારોમાં કરી જતાં દ્દશ્યો જોઈને ગૌ પ્રેમી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ત્યારે આવા ગાયોની ચોરી કરતાં તત્વોને ડામવા પોલીસ દ્વારા કાર્યવાહી થાય તે જરૂરી છે.