ગોધરામાં ફરિયાદીને સમાધાન માટે બોલાવી હત્યાની કોશીષ કરનાર આરોપી ઈમરાન શોકત રસુલભાઇની જામીન અરજી નામંજુર કરતી કોર્ટ

ગોધરા, ગોધરા મુસ્લીમ બી સોસાયટીમાં રહેતા ફરિયાદીએ 2021માં બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ આપેલ હોય તેમાં સમાધાન નહિ કરતાં અદાવત રાખી આરોપી ઈસમો દ્વારા ફોર વ્હીલથી બાઈકને ટકકર મારી પાડી દઈ નજીકના ખેતરમાં લઇ જઇ માથાના અને પગના ભાગે તલવારથી હુમલો કર્યો હતો.

જેથી ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે આરોપીઓ અનસ અબ્દુલગની બદામ, ઉમર અબ્દુલગની બદામ, જુનેદ મહોમદ હનિફ દુર્ગા, ઈમરાન શોકત રસુલભાઇ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓની તપાસ માટે અટક કરી હતી અને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. આરોપી ઈમરાન શોકત રસુલભાઇ (રહે. પોલનબજાર, મહોમંદી મહોલ્લા) દ્વારા કોર્ટમાં જામીન અરજી મુકી હતી. ચોથા એડીશીનલ ડીસ્ટ્રીકટ સેશન્સ જજ પી.એ.માલવીયાની કોર્ટમાં જામની અરજી સુનાવણી થતાં સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોરની દલીલોને ધ્યાને લઈ આરોપી ઈમરાન શોકત રસુલભાઈની જામીન અરજી નામંજુર કરાઈ.