ગોધરામાં ઈલેકટ્રીક કરંંટથી મોત થયાના કિસ્સામાંં આરોપી અબ્દુલ લતીફ ઈસ્માઈલની જામીન અરજી રદ કરતી કોર્ટ

ગોધરા શહેરમાં ચકચાર જગાવનાર બે વ્યક્તિના ઈલેક્ટ્રીક કરંટ થી મોત થવાના કિસ્સામાં આરોપી અબ્દુલલતીફ ઈસ્માઈલ વાઢેલની આગોતરા જામીન અરજી રદ કરતી સેસનસ કોર્ટ.

ગોધરા શહેરમાં લીલેસરા વિસ્તારમાં આરોપી તથા અન્ય સહમાલિકોની ખેતીની જગ્યા આવેલી છે. જે જગામાં ખેતી કરવા માટે અગાઉ પકડાયેલ આરોપી ગણપતભાઈ નેવલાભાઈ રાઠવાને ભાગે જગા આપી હતી અને તે ભાગે ખેતી કરતાં હતાં અને જે ભાગ આવે તે માલિકો લઈ જતાં હતા. જેથી જે બનાવ બનવા પામ્યો હતો. તેની પૂરેપૂરી જાણકારી આરોપી અબ્દુલ લતીફ વાઢેલને હતી અને બનાવમાં આ આરોપીએ ભેગા મળીને ખેતરની વાડમાં ડાયરેક્ટ વિજ કરંટ મુકતાં બે લોકોના મોત નિપજેલ હતાં. જે ગુનાના કામે આરોપીએ પંચમહાલ જિલ્લાના એડી સેસનશ જજ પી.એ. માલવીઆની કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરતાં જામીન અરજીની સુનાવણી થતાં પંચમહાલ જિલ્લાના જીલ્લા સરકારી વકીલ રાકેશ એસ. ઠાકોરની વિગતવારની દલીલોને ધ્યાને લઈ તથા પોલીસ તપાસના કાગળો ધ્યાનમાં લઈને નામદાર કોર્ટ દ્વારા આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે.