ગોધરા,
ગોધરા શહેરના એક વિસ્તારમાં રહેતી યુવતિને આરોપી પોતાના ધરે કપડાં-વાસણ અને સાફ-સફાઈ માટે આવતી યુવતિ સાથે મરજી વિરૂદ્ધ બળાત્કાર સંભોગ કરી આરોપી વિડીયો બતાવી સોશ્યલ મીડીયામાં વાયરલ કરી દેતાં યુવતિના લગ્ન માટે ધર આંગણે આવેલ જાન પરત ફરવાનો કિસ્સો સામે આવ્યો. આ બાબતે બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
ગોધરા શહેરના એક વિસ્તારમાં રહેતા ચાની લારી ઉપર પરિવાર ચલાવતા તેમજ માતા પણ આસપાસમાં વાસણ-કપડાંનું કામ કરી મહેનત કરતા હોય તે ધરની 21 વર્ષીય યુવતિ પણ માતા-પિતાને આર્થિક મદદા કરવા માટે કપડાં-વાસણ અને સાફ-સફાઈ કરતી હોય ત્યારે આ પરિવારની પડોશમાં રહેતા આરોપી ઈસમ ધરે કપડાં-વાસણ અને સાફ-સફાઈ કરવા બોલાવતો હોય અને યુવતિની મરજી વિરૂદ્ધ છેલ્લા અઢી વર્ષથી વધારે સમયથી ગરીબ પરિવારની દિકરીને કામને બહાને ધરે અને ખેતરમાં કામ બોલાવી મરજી વિરૂદ્ધ બળાત્કાર આચરતો હોય તેમજ આવી હરકતો પોતાના મોબાઈલનો વિડીયોમાં ઉતારીને યુવતિને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી યુવતિ સાથે દુષ્કર્મ આચરેલ હોય જ્યારે આ યુવતિના લગ્ન નકકી થયેલ હોય ધર આંગણે લગ્નનો માંડવો બંધાયો જાન ધરે આંગણે આવી હોય તે સમયે આરોપી નરાધમે યુવતિ સાથે આચરેલ દુષ્કર્મની ઉતારેલ વિડીયો સોશ્યલ મીડીયા અને વરરાજાને મોકલી આપતાં ધર આંગણે આવેલ જાન પરત ફરી આમ નરાધમ આરોપી એ યુવતિનો સંસાર બંધાઈને પહેલા તોડી નાખ્યો હતો. આ બાબતે આરોપી વિરૂદ્ધ ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નેાંધાવા પામી છે.