પંચમહાલમાં વાહન ચલાવતા વાહન ચાલકો દ્વારા આરટીઓના નિયમોનુ ઉલંધન કરી લાઇસન્સનો દુરુપયોગ કરતા પોલીસ તથા આરટીઓ દ્વારા 69 વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાઇસન્સ વર્ષ 2024માં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.RTO દ્વારા નિયમોનું પાલન કરી અને વાહન ચલાવવા લાઇસન્સ અપાય છે. પરંતુ આ લાઇસન્સનો દુરુપયોગ થતો હોય એમ બેદરકારીના ભાગ રૂપે ટ્રાફિક અને આરટીઓ ના નિયમોનો ભંગ કરી વાહન ચાલકો વાહન ચલાવતા હોય છે. જેથી અકસ્માતો સર્જાતા હોય છે. જેમા કેટલાકના જીવ પણ જતા હોય છે. પંચમહાલ અને ગોધરા સહીત આરટીઓએ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓની સામે લાલ આંખ કરવામાં આવી છે.
નિયમોનો ભંગ કરી વાહન ચલાવતા 69 વાહન ચાલકોના ડ્રાઇવીંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમા ખાસ કરીને ડ્રીંક એન્ડ ડ્રાઇવના વાહન ચાલકોના પોલીસ લાઇસન્સ જપ્ત કરી RTOમા સોંપે છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિતના ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરાતા ફફડાટ પેસી ગયો છે.
ટ્રાફિક નિયમો પાલન કરવા સલાહ વારંવાર થતા નાના મોટા અકસ્માતોને કારણે નિર્દોષ લોકો જીવ ગુમાવતા હોય છે.ભવિષ્યમાં આવી ઘટનાઓના બને તે માટે આરટીઓ અધિકારીએ પણ વાહન ચાલકોને અપીલ કરી છે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ એટલે કે દારૂ પીને વાહન ચલાવવું નહીં. અકસ્માતો ન થાય તેની કાળજી રાખી અને વાહન ચાલકોને આરટીઓ અને ટ્રાફિકના નિયમોની પાલન કરવાની પણ સલાહ આપી છે. જેથી ભવિષ્યમાં પણ આવા વાહન ચાલકોના લાઇસન્સ સસ્પેન્ડ ન થાય. – એસ.બી.કાચા આર.ટી.ઓ મુખ્ય અધિકારી ગોધરા.