
ગોધરા શહેરમાં ચાઈનીઝ દોરી ઘસાઈ જતા ચાર વ્યક્તિઓ ઇજાગ્રત થયાની ઘટકનાઓ બની છે. ગોધરા શહેર માર્ગ ઉપર એક મોટરસાઈકલ ચાલકના ગળામાં દોરી ભરાઈ જતા તે ઇજાગ્રસ્ત થતા તેને ગોધરા રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો. તો ગોધરાના પથ્થર તલાવડી પાસે પણ એક મોટરસાઈકલ ચાલકને ગળામાં ઇજાઓ પહોંચી હતી.
આજે ઉતરાયણના દિવસે ગોધરા શહેરમાં પતંગની ચાઈનીઝ દોરીથી ઇજાગ્રસ્ત થયા હોવાની ચાર ઘટનાઓ બની છે. જેમાં શહેરા રોડ અને પથ્થર તલાવડી વિસ્તારમાં મોટરસાઈકલ ચાલકોને ગળામાં દોરી ભરાઈ જતાં બંનેને ઇજાઓ તથા તેઓને સારવાર માટે રેફરલ હોસ્પિટલ લાવવામાં આવ્યાં હતા. જ્યારે અન્ય બે યુવકોને હાથમાં દોરી ઘસાઈ જતા ઈજાઓ પહોંચી હતી. તેઓને પણ સારવાર માટે રેફરલ હોસ્પિટલ લાવવામાં આવ્યાં હતાં. જ્યાં તેઓને સારવાર આપી રજા આપવામાં આવી છે.