ગોધરા,
પંચમહાલ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયામાં દિવ્યાંગજનોની ભાગીદારી સુનિશ્વિત કરવા દરેક વિધાનસભા મતવિસ્તાર દીઠ 1-દિવ્યાંગજનો સંચાલિત મતદાન મથક, (આમ જિલ્લામાં કુલ-5 દિવ્યાંગજનો સંચાલિત મતદાન મથકો) તૈયાર કરવામાં આવ્યા હતા. જે મતદાન મથકો પર તમામ સ્ટાફ જેવા કે, પ્રિસાઇડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર, તથા અન્ય સ્ટાફ તરીકે દિવ્યાંગ અધિકારી/કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવી હતી.
જે અંતર્ગત ગોધરા મતવિસ્તારમાં આવેલ તાલુકા પંચાયત કચેરીના નવિ બિલ્ડીંગ ખાતે સ્થિત PWD મતદાન મથક ખાતે દિવ્યાંગજનોએ લોકશાહીને મજબૂત કરવા માટે ઉમળકાભેર મતદાન પ્રક્રીયામાં જોડાઈ પોતાના મતાધિકારાનો ઉપયોગ કર્યો હતો. જિલ્લાચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથક પર વ્હિલચેર જેવી વ્યવસ્થા કરવામાં આવતા દિવ્યાંગજનોએ તેનો લાભ લઈ જિલ્લા ચૂંટણી તંત્રનો અભાર વ્યક્ત કર્યો હતો.