ગોધરામાં ધોધમાર વરસાદને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા,

  • અવિરત વરસાદ વચ્ચે નિચાણવાળા વિસ્તારોના ધરોમાં પાણી ભરાઈ જતાં ભારે નુકશાન.
  • ગોધરા લક્ષ્મણનગર તળાવમાં આવતા પાણીનો સીધો નિકાલ કરતાં લોકોના ધરોમાં પાણી ભરાયા.
  • પંચમહાલના મોરવા(હ)માંં 14 ઈંચ વરસાદ ખાબકયો.

ગોધરા શહેરમાં 25 ઓગસ્ટના રોજ રાત્રીના સમયે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અવિરત વરસાદને લઈ શહેરના સમગ્ર વિસ્તારો પાણી પાણી થયા હતા. ગોધરા શહેરના ભુરાવાવ યોગેશ્ર્વર સોસાયટી, સિંદુરીમાતા મંદિર, ઝુલેલાલ સોસાયટી, તીરધરવાસ, ખાડી ફળીયા, ચિત્રાખાડી,શહેરા ભાગોળ, મેશરી નદીના કાંઠા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા.

ગોધરા શહેરના ભુરાવાવના યોગેશ્વર સોસાયટી વિસ્તારના રસ્તાઓ તેમજ લોકોના ધરોમાં પાણી આવી જતાં લોકો ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો હતો. શહેરના ઢોલીવાસ તથા તીરધરવાસ, છકડાવાસ વિસ્તારના ધરોમાં પાણી ભરાઈ જતાં લોકોના ધરના સરસામાન અનાજ પલડી ગયા હતા.

અવિરત વરસાદ વચ્ચે લોકોના ધરોમાં વરસાદી પાણી ભરાઈ જતાં પાલિકા તંત્રની ટીમ દ્વારા જે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તે વિસ્તારોમાં જેસીબી મશીનથી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. ગોધરાના ભુરાવાવ વિસ્તારની 60 ઉપરાંત સોસાયટીઓના વરસાદ પાણી નિકાલ લક્ષ્મણ સાગર માંથી સીધો વાલ્મીકીવાસ વિસ્તારમાં કરવામાં આવતાં આ વિસ્તારના રહિશોના ધરના સરસામાન સતિ ધરવખરીને ભારે નુકશાન થયું હતું.

એક તરફ ભારે વરસાદ વચ્ચે ધરોમાં પાણી ભરાઈ જતાં લોકોને ભુખ્યા-તરસ્યા ધરો માથી પાણી ઉલેચવા મજબુર બન્યા હતા. બીજી તરફ ગોધરા મેશરી નદી કાંઠા વિસ્તારમાં આવેલ ધરોમાં રહેતા લોકો મેશરી નદી બે કાંઠે થતાં પાલિકા ફાયર ફાયટરો અને પોલીસ દ્વારા સંયુકત રેસ્કયુ ઓપરેશનમાં 20 જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. ફાયર ફાયટરોની રેસ્કયુ કામગીરી દરમિયાન ફાયરના એક જવાનને ઝેરી જનાવર કરડી જતાં ગોધરા સિવિલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ગોધરામાં ભારે વરસાદને લઈ અનેક વિસ્તારોમાં વીજ લાઈટો બંધ રહેતા લોકો એક તરફ ભારે વરસાદ અને લાઈટ વગર પોતાના ધરોમાં અંધરા ઉલેચવાનો વારો આવ્યો હતો.

ગોધરા બામરોલી રોડ પ્રભા કોતરમાં કાર ખાબકતા બે વ્યકિતને બચાવાયા…

ગોધરાના બામરોલી રોડ ઉપર પ્રભાપુલ પાસેથી પસાર થતી કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા પ્રભા કોતરમાં ખાબકી હતી. કાર કોતરના પાણીમાં તણાઈ હતી. ધટનાની જાણ પાલિકા ફાયર ફાયટરોને કરવામાં આવતાં ફાયર ફાયટરોએ દોડી આવી કાર સાથે તણાયેલ બે વ્યકિતનું રેસ્યુક કરીને બચાવી લેવામાં આવ્યા હતા.

ગોધરા ભુરાવાવની 60 જેટલી સોસાયટીમાં પાણીથી તરબોળ થઈ…

ગોધરાના ભુરાવાવ વિસ્તારની 60 ઉપરાંત સોસાયટી માંથી ભારે વરસાદને લઈ ચારે તરફથી વરસાદી પાણી ભરાઈ ગયા હતા. રોડ-રસ્તા ઉપર બે થી ત્રણ ફુટ જેટલા પાણી ભરાઈ જતાં લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીઓ વેઠવી પડી હતી.

પંચમહાલ જીલ્લામાં 26 ઓગસ્ટના રોજ સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી નોંધાયેલ વરસાદ…

  • શહેરા – 8 ઈંચ
  • મોરવા(હ) – 14 ઈંચ
  • ગોધરા -11 ઈંચ
  • કાલોલ – 5 ઈંચ
  • ધોધંબા – 8 ઈંચ
  • હાલોલ – 8 ઈંચ
  • જાંબુધોડા – 8 ઈંચ

27 ઓગસ્ટ સવારે 6 થી 12 સુધીના વરસાદી આંકડા…

  • શહેરા – 4 મી.મી.
  • મોરવા(હ) – 37 મી.મી.
  • ગોધરા – 22 મી.મી.
  • કાલોલ – 5 મી.મી.
  • ધોધંબા – 25 મી.મી.
  • હાલોલ – 31 મી.મી.
  • જાંબુધોડા – 2 મી.મી.

ગોધરા શહેરમાં પડેલ ધોધમાર વાસરદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણીની તરબોળ થયા છે. ભુરાવાવ વિસ્તારની સોસાયટીઓના પાણી લક્ષ્મણ સાગર તળાવમાં ઠલવાતુંં હોય તે પાણીને ડાઈવડ કરી દેવામાં આવતાં વાલ્મીકીવાસ, તીરધરવાસ, ખાડી ફળીયા વિસ્તારના ધરોમાંં પાણી ભરાયા હતા. વરસાદી પાણી ગોધરા-અમદાવાદ હાઈવે રોડ ઉપર સીમલા વિસ્તાર, મોતીબાગ રોડ ઉપર ભરાઈ જતાં ભુરાવાવ ચોકડી પાસે બેરીકેટ મુકીને હાલ પુરતો રસ્તો બંધ કરવામાં આવ્યો.

ગોધરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં ભારે અવિરત વરસાદને લઈ શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. જેને લઈ જનજીવન પ્રભાવિત થયું છે. શહેરના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાને લઈ ડોડપા વિસ્તારમાં ઝુંપડપટ્ટીમાં રહેતા લોકો ભુખ્યા તરસ્યા હોય ત્યારે ગોધરા ધારાસભ્ય દ્વારા પ્રભાવિત થયેલ વિસ્તારના લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓ પુરી પાડવામાં આવી હતી. જ્યારે નાલંદા સ્કુલ પાસે કુટણ તલાવડી, અટલ નગર ખાતે ભારે વરસાદને લઈ એક ધરની દિવાલ ધારાશાહી થતાં ધરના સરસામાન અને ધરવખરી દિવાલ નીચે દબાઈ ગઈ હતી. ધારાસભ્ય દ્વારા પ્રભાવિત પરિવારને જીવન જરૂરી સામગ્રી પુરી પાડવામાં આવી છે.