ગોધરા શહેરના બામરોલી રોડ ઉપર વરસાદને લઈ ગૌવંશ વરસાદ ન પડતો હોય તેવી જગ્યામાં આશરો લેતા હોય છે. ત્યારે એક કારમાં આવેલ ત્રણ ઈસમો ગાયને ધકકા મારીને કારમાં લઈ જતા હોય તેવા વિડીયો સીસી ટીવીમાં કેદ થયો છે. ત્યારે ગોધરા શહેરના સોસાયટી વિસ્તારોમાં ગૌ તસ્કરો દ્વારા ગૌવંશની ચોરી કરતો બીજા બનાવ સામે આવ્યો છે. ગૌવંંશની તસ્કરો દ્વારા થતી ચોરીને અટકાવવામાં આવે તે જરૂરી છે.
હાલ ચોમાસાની સીજન ચાલી રહી છે. ગઈકાલે રાત્રીના સમયે ગોધરામાં ધોધમાર વરસાદ વરસતા રોડ રસ્તાઓ સુમશાન બન્યા હતા. વરસાદનો લાભ લઈ બામરોલી રોડ વિસ્તારમાં નંદનવન થી મારૂતીનગર મુખ્ય રસ્તા ઉપર રાત્રીના સમયે એક કારમાં ત્રણ ઈસમો આવ્યા હતા. તેમાંથી બે ઈસમો કાર માંથી નીચે ઉતરીને ગાયને ધકકામારીને કારમાં ધકેલતા હોય જોવા મળી રહ્યા છે અને ગૌવંશને કારમાં ભરીને ઈસમો ફરાર થતા હોય તેવા દ્દશ્યો સીસી ટીવીમાં કેદ થયા છે. ગોધરાના કનેલાવ આશ્રમ પાસેથી થોડા દિવસ પહેલા કારમાં ગૌવંશની તસ્કરી કરતા દ્દશ્યો સીસી ટીવીમાં કેદ થયા હતા. ત્યારે ગતરોજ રાત્રીના સમયે બામરોલી રોડ વિસ્તાર માંથી ગૌવંશની તસ્કરી કરતો બીજા બનાવ સામે આવ્યો છે. ત્યારે ગોધરામાં બેફામ બનેલ ગૌતસ્કરોને ઝડપી પાડવામાં આવે તે જરૂરી છે.