ગોધરા શહેરમાં સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ ઉપર દર્દી સાથે આવેલા ઈસમે હુમલો કર્યો.

ગોધરા શહેરમાં સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ ઉપર દર્દી સાથે આવેલા ઈસમે હુમલો કર્યો.
  • સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ ઉપર હુમલો.
  • સિવિલ હોસ્પિટલમાં દર્દી સાથે આવેલા ઈસમે તબીબ ઉપર હુમલો કર્યો.
  • એ ડિવિઝન પોલીસે હુમલો કરનાર ઈસમની અટકાયત કરી

ગોધરા શહેરમાં સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ ઉપર નજીવી બાબતે હિચકારો હુમલો કરવામાં આવતા તબીબના મોઢાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતા ચાર જેટલા ટાંકા આવ્યા હતા. જ્યારે સમગ્ર બનાવને લઈને હુમલો કરનાર ઈસમની અટકાયત કરી ગોધરા એ ડિવિઝન પોલીસ મથકમાં મોકલી આપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સમગ્ર બનાવને લઈને ગોધરા શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં દર્દી સાથે આવેલા ઈસમે તબીબ ઉપર હુમલો કર્યો હતો. જેમાં 108 એમ્બ્યુલન્સમાં દર્દી સાથે આવેલા ઈસમે નજીવી બાબતે હુમલો કર્યો હતો. જેમાં તબીબે દર્દી સાથે આવેલા ઇસમને ટકોર કરી હતી કે, જાહેરમાં થુંકવું નહીં ત્યારે આવેશમાં આવેલા ઈસમે તબીબ ઉપર હિચકારો હુમલો કરતા મોઢાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતા ચાર જેટલા ટાંકા આવ્યા હતા.જ્યારે સમગ્ર બનાવને લઈને હુમલો કરનાર ઇસમને ગોધરા એ ડિવિઝન પોલીસ મથકમાં મોકલી આપવામાં અને સમગ્ર બનાવને લઈને એ ડિવિઝન પોલીસે હુમલો કરનાર ઈસમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.