
ગોઘરા શહેરમાં છેલ્લા કેટલા સમયથી તસ્કરો બેફામ બની બંધ મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાની માલમત્તાની ચોરી કરી પલાયન થવાની ઘટના દિન પ્રતિદિન વધતી જાય છે. ત્યારે અવાર નવાર બનતી ચોરીની ઘટનાથી શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે. જેથી શહેરમાં નાઈટ પેટ્રોલિંગ વધારવામાં આવે તે જરૂરી બન્યું છે. પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરા શહેર ખાતે ચોરોએ તરખાટ મચાવ્યો છે. જલારામ નગર, આદિત્ય નગર સહિતના વિસ્તારોમાં ચોરીની ઘટનાને અંજામ આપતા દૃશ્યો સીસીટીવીમાં કેદ થયા છે.


