ગોધરામાં ચેક રિર્ટન કેસમાંં આરોપીને 1 વર્ષની સજા સાથે 3.50 લાખ ચુકવવા હુકમ કરાયો.

ગોધરા,ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની જેલની સજા અને રૂપિયા 3,50,000/- ફરિયાદીને વળતર ચૂકવવાનો હુકમ કરતી અદાલત રોજ બરોજના નાણાકીય વ્યવહારોમાં સમાજમાં ચેકની વીસવશનીયતામાં લોકોને ભરોસો રહે તે માટે કોર્ટો દ્વારા પણ ચેક રિટર્ન થવાના કેસોમાં ગુનેગારો સામે લાલ આંખ કરવામાં આવી રહેલી છે. ગોધરા કોર્ટ દ્વારા ચેક રિટર્નના કેસોના ગુનેગારોમાં દાખલો બેસે તેવો મહત્વનો હુકમ કરવામાં આવેલ છે.

વિગતવાર મળેલી માહિતી મુજબ ફરિયાદી કલ્પિત ચેતનદાસ સુમિયાણી રહેવાસી મૈત્રી એપાર્ટમેન્ટ ગોધરાના પાસેથી આરોપી લોકેશ જામનદાસ ધનાણી રહેવાસી કૃષ્ણ નગર ગોધરા નાઓએ જરૂર હોવાથી મિત્ર તરીકે હાથ ઉછીની રકમ પેટે રૂપિયા 4,00,000/- ચાર લાખ લીધા હતા. તે રકમની ફરિયાદીએ ઉઘરાણી કરતા તે રકમની પરત ચુકવણી પેટે આરોપીએ ફરિયાદીને પોતાની જનતા કો.ઓપ બેન્ક ગોધરાનો રૂપિયા 4,00,000/- ચાર લાખનો ચેક લખી આપેલ હતો, પરંતુ તે ચેક ફરિયાદીએ પોતાની બેંક મારફતે ક્લિયરિંગીમાં મોકલતા બેલેન્સ ન હોવાના કારણસર ચેક પરત કરેલ. તેથી કાયદેસરની નોટિસ આપવા છતાં આરોપીએ ફરિયાદીને ચેકની રકમ ચુકેવેલી નહિ . તેથી ફરિયાદીએ ગોધરા કોર્ટમાં ચેક રિટર્ન ગુનાની ફરિયાદ દાખલ કરી હતી. આ કેસ ગોધરા કોર્ટમાં ચાલી જતા કોર્ટમાં રજુ થયેલ પુરાવાઓ અને ફરિયાદની દલીલોને દયાનમાં લઈને ગોધરાના ત્રીજા જયુ. મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ જજ બી.એસ.ગેહલોતએ આરોપીને ચેક રિટર્ન થવાના ગુનામાં કસુરવાન ઠરાવીને આરોપીને એક વર્ષની જેલની સજા અને રૂપિયા 3,50,000/-નો ફરિયાદીને વળતર અને જો વળતર રકમ ન ભરે તો વધુ ચાર મહિનાની સજાનો દાખલો બેસાડતો હુકમ કરેલ છે. જજમેન્ટના દિવસે આરોપી કોર્ટમાં ગેરહાજર હોવાથી કોર્ટે આરોપીનું સજા વોરંટ કાઢ્યું છે.