
- હાઇકોર્ટ દ્વારા સરકારને નવેસરથી નોટિફિકેશન કરવાની સૂચના આપવામાં આવી.
- વાવડી બુઝર્ગ, ભામૈયા અને ચીખોદ્રાના પાલિકામાં સમાવેશને હાઇકોર્ટે રદ કર્યું.
- નવા નોટિફિકેશન આવતા સુધી 3 ગ્રામ પચાયત કોની તે અવઢવ.
ગુજરાત સરકાર દ્વારા 13 ઓગષ્ટ 2015ના રોજ ગોધરા નગરપાલિકા પાલિકામાં વાવડી બુઝર્ગ, ભામૈયા અને ચીખોદ્રા આ ત્રણ ગ્રામ પંચાયતોના સમાવેશ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.આ જાહેરનામા સામે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલમનાઈ હુકમોની અરજીઓ તબક્કાવાર ડિસમીસ કરી દેવામાં આવતા ગોધરા નગરપાલિકા દ્વારા ત્રણ ગ્રામ પંચાયતોનો ચાર્જ લીધો હતો. ત્યાર બાદ ૩ ગ્રામ પંચાયતોએ ગુજરાત હાઇકોર્ટની ડબલ બેંચમાં અરજી દાખલ કરવામાં આવી હતી. હાઇકોર્ટે વાવડી બુઝર્ગ, ભામૈયા અને ચીખોદ્રા આ ત્રણ ગ્રામ પંચાયતોના સમાવેશ માટેનું વર્ષ2015નું જાહેરનામાને રદ કરીને નવેસરથી સરકારને નોટીફીકેશન બહાર પાડવા જણાવ્યું છે.
ત્યારે હાઇકોર્ટના ચુકાદા બાદ ગોધરા સહીત પંચમહાલમાં રાજકીય મોરચે જબરજસ્ત માહોલ ગરમાયો હતો. હાઇકોર્ટના સરકારના જુના નોટીફીકેશનને રદ કરેલ છે. હવે આધારે નવુ નોટીફીકેશન જાહેર ચુકાદામાં સરકાર હાઇકોર્ટના ચુકાદાનાકરશે ત્યાર સુધી ૩ ગ્રામ પંચાયતનો ચાર્જ કોની જોડે રહેશે તે નિર્ણય પણ સરકાર કરીને પાલીકા અને તાલુકા પંચાયતને જણાવશે તેમ જાણવા મળી રહ્યું છે.
હવે વર્ષ 2015નું નોટીફીકેશન રદ થતા હવે 3 ગ્રામ પંચાયત કોની તેની ચર્ચાઓ પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં થવા લાગી હતી.