ગોઘરા એ ડિવિઝન પોલીસ મથકમાં મધ્યપ્રદેશના રાજગઢ ફૂલ ગાવડી ગામના ૩૦ વર્ષીય યુવક મોહુનેશ ઉર્ફે મોનુના અપહરણ ના નોંધાયેલ ગુનો અંતે હત્યા મા ફેરવાઈ જતા આ ચોંકાવનારી ક્રાઈમ સીનની દિલ ધડક સ્ટોરીમાં મોહુનેશ ઉર્ફે મોનુની પ્રેમિકાના કાકા અને રાજગઢના રહીશ દિલીપ વિમલભાઈ જૈન અને ગોધરાના યુવક જય શાહ ઉર્ફે (જીમ્મી) ની ગોધરા એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન. આર. ચૌઘરીએ અપહરણ અને હત્યાના ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરતા ભારે ચકચાર પ્રસરી જવા પામી છે. એમાં ધરપકડ કરાયેલા બંને આરોપીઓને ગોઘરા અદાલત સમક્ષ હાજર કરીને પોલીસ રિમાન્ડ માંગવમા આવતા ગોધરાના જય શાહ ઉર્ફે (જીમ્મી) ના રવિવાર સુધીના એટલે કે બે દિવસોના જ્યારે દિલીપ જૈનના ૭ દિવસોના પોલીસ રિમાન્ડ અદાલત દ્વારા મંજૂર કરવામાં આવતા ગોધરા શહેર પોલીસ તંત્રની ટીમ દ્વારા મોહુનેસ ઉર્ફે મોનુના અપહરણ અને હત્યા કેસની ગોઘરા થી મધ્યપ્રદેશ સુધીની આ ક્રાઈમસ્ટોરીમાં તપાસોનો ધમધમાટ શરૂ કર્યો છે.
મધ્યપ્રદેશના રાજગઢ ફુલ ગાવડી ગામનો યુવક મોહુનેશ ઉર્ફે મોનું પોતાની પ્રેમિકાની સગાઈ ગોધરા ખાતે કરાઈ હોવાની ખબરો સાથે મોટરસાયકલ લઈને ગોધરા આવ્યો હતો અને જે ઘરમાં પ્રેમિકાની સગાઈ કરાઈ હતી એ ઘરના સ્વજનોને મળીને પોતાની પ્રેમ કહાનીથી વાકેફ કરતા સર્જાયેલા આ ક્રાઈમ સીનમાં મધ્યપ્રદેશના રાજગઢથી દોડી આવેલા પ્રેમિકાના કાકા દિલીપ વિમલભાઈ જૈનને તા. ૧૫ મીના રોજ મોહુનેશ ઉર્ફે મોનું દુરાગ્રહ સાથે પોતાની ગાડીમાં અપહરણ કર્યું હતું આ મોહુનેશ ઉર્ફે મોનુનો મૃતદેહ બે દિવસો બાદ મધ્યપ્રદેશના કલ્યાણપુરા ગામ પાસેના છોરા છોરીના જંગલ વિસ્તાર માંથી અર્ધ બળેલ હાલતમાં મળી આવેતા મધ્યપ્રદેશ પોલીસ ચોકી ગહી હતી. અને ત્યાંથી શરૂ થયેલ તપાસોનો રેલો ગુજરાતના ગોધરા સુધી પહોંચ્યો હતો.
એમાં ગોધરા ખાતેથી મોહુનેશ ઉર્ફે મોનુંના સૌ પ્રથમ અપહરણ ના દાખલ થયેલા ગુનાની તપાસ દરમિયાન રાજગઢ થી દોડી આવેલા યુવતીના કાકા દિલીપ જૈન મોહુનેશ ઉર્ફે મોનુને હંમેશા માટે પતાવી દેવાના આ ઝનુન માં અપહરણ કરવાના આ સાથમાં ગોધરાના યુવક જય શાહે ઉર્ફે (જીમ્મી) હાઈવે ઉપર આવેલ એક હોટલ ઉપર થી મોહુનેશ ઉર્ફે મોનુને દિલીપ જૈનના હવાલે કર્યો હોવાના હકીકતોનો પર્દાફાશ થયો હતો આ સાથે જ ગોધરાથી અપહરણ કરાયેલા આ મધ્યપ્રદેશના યુવક મોહુનેશ ઉર્ફે મોનું મૃતદેહ અર્ધ બળેલ હાલતમાં છોરા છોરીના જંગલ વિસ્તારમાંથી મળી આવ્યો હતો
એમાં મોહુનેશ ઉર્ફે મોનુંની હત્યા એટલી કુરતા પૂર્વક કરવામાં આવી હતી કે પગ અને હાથ પણ કાપી નાખવામાં આવ્યા હોવાના દ્રશ્યોથી મધ્યપ્રદેશ પોલીસ પણ સ્તબ્ધ થઈ જવા પામી હતી. જોકે ગોધરા એ- ડિવિઝન પોલીસ મથકમાં પીઆઈ એન.આર.ચૌધરી એ મોહુનેશ ઉર્ફે મોનુના અપહરણ અને ત્યાર બાદ હત્યા અને પુરાવાઓના નાશ કરવાના ગુનામાં દિલીપ જૈન અને જય શાહ ઉર્ફે જીમ્મી ની ઘરપકડ કરતાં ભારે ચકચાર પ્રસરી જવા પામી છે.જોકે મધ્યપ્રદેશ અને ગુજરાત પોલીસ માટે હાઈપ્રોફાઈલ બની ગયેલા આ બનાવમાં પ્રત્યક્ષ અગર તો પરોક્ષ રીતે સામેલ અન્ય ચહેરાઓ સુધી પોલીસ તંત્રની તપાસો પહોંચે એવા સંકેતો દેખાઈ રહ્યા છે.