ઉતરાયણ પર્વની ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. પતંગ રસિયાઓમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેટલાક પતંગ દોરીના વિક્રેતાઓ દ્વારા જિલ્લા મેજિસ્ટરના જાહેરનામાનો ભંગ કરી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનું કડક રીતે પાલન થાય તેના માટે પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ દરેક પોલીસ મથકને સૂચન આપી છે. ત્યારે ગોધરા શહેરના મોદીની વાડી નં-2 તેમજ વેજલપુર તાલુકાના રીંછીયા ગામે તેમજ ગોધરા તાલુકાના કંકુથાંભલા ગામેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના રીલ નંગ 261 સહિત 50 હજાર 800ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા ચાઈનીઝ દોરી તેમજ તુક્કલનું પ્રતિબંધિત વેચાણકર્તા ઈસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે એલસીબી શાખાના પીઆઈ એન.એલ. દેસાઈને સૂચનાઓ આપવામાં આવી હતી. જે સૂચનાના આધારે એલસીબી પી.એસ.આઇ ડૉ. એમ.એમ. ઠાકોર તથા એસ.આર. શર્મા સહિત એલસીબીની ટીમ ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગ કરી રહ્યાં હતા. તે દરમિયાન પીએસઆઇ એસ.આર. શર્માને બાતમી મળી હતી કે હર્ષિલ પિયુષભાઈ પટેલ અને રવિ મનસુખભાઈ રાણા તથા માધવ પૂર્વજભાઈ પટેલ આ તમામ ભેગા મળી ચાઈનીઝ દોરીનો જથ્થો લાવી હર્ષિલ પિયુષભાઈ પટેલના ઘરે સંતાડી રાખી વેચાણ કરી રહ્યાં છે. જ્યારે સંજયસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ કંકુ થાંભલા ચોકડી ઉપર ઘનશ્યામ પ્રોવીઝન સ્ટોર ખાતે અને કલ્પેશ કુમાર છત્રસિંહ પટેલની 261 રીલો સાથે 50 હજાર 800ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોની અટકાયતકરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલા આરોપીનું નામ
હર્ષીલ પીયુષ પટેલ
માધવ પુર્વજ પટેલ
સંજયસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ
કલ્પેશ છત્રસિંહ પટેલ
વણ પકડાયેલ આરોપીનું નામ
રવી મનસુખ રાણા