ગોધરા,
ગોધરા શહેરના મુખ્ય માર્ગ બસ સ્ટેશનને જોડતો માર્ગ હોય અને આ માર્ગ ઉપર નવિન ફલાય ઓવર બ્ર્રીજની કામગીરી ચાલતી હોવાથી પંચમહાલ જીલ્લા કલેકટરની સુચનાથી દાહોદ તરફથી ગોધરા આવતી બસોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને આ ડાયવર્ઝન લાંબા સમય સુધી ચાલું રહેવાનું છે. જેને લઈ જીલ્લા કલેકટર અને જીલ્લા પોલીસવડાની ઉપસ્થિતીમાં બેઠક મળી હતી. જેમાં ગોધૅરા શહેરના લાલબાગ બસ સ્ટેશનથી પ્રભા કોતર નજીક અમુલ પાર્લર સુધીના ફલાય ઓવર બ્રીજની કામગીરીથી ચર્ચા કરાઈ હતી. તે મુજબ ગોધરા શહેરના દાહોદ તરફ આવતા જતાં વાહનના ટ્રાફિકનું પ્રમાણ વધુ હોવાથી તે ટ્રાફિકને ઘ્યાને લઈ તેમજ જીલ્લા કલેકટર દ્વારા મળેલ સુચના અન્વયે ગત તા.21/10/2024થી અમલવારી શરૂ કરી હતી.
ગોધરા શહેરના મુખ્ય બસ સ્ટેશનને જોડતા માર્ગ પર ફલાય ઓવર બ્રીજની કામગીરી શરૂ કરવામાં આવી હોવાથી ડાયવર્ઝન આપવામાં આવેલ છે. જે ડાયવર્ઝનની કામગીરી લાંબા સમય સુધી રહેવાની છે. જેને લઈ ગોધરા શહેરમાં જાંબુવા, અલીરાજપુર (મઘ્યપ્રદેશ-રાજસ્થાન) દાહોદ, ગરબાડા, ઝાલોદ, સંતરામપુર, બારીયા તરફથી આવતી બસો જે અમદાવાદ, સૌરાષ્ટ્ર, કચ્છ, લુણાવાડા (ઉત્તર ગુજરાત), વડોદરા, સુરત, વલસાડ ( દક્ષિણ ગુજરાત) તરફ જવા માટે એક તરફી 04.30 કિ.મી.નો વધારો થશે. જે વધારે થતો હોવાથી (ઈબીટીએમ) મશીનના ભાડામાંં સમાવેશ કરી મુસાફરો પાસેથી ભાડું વસુલવાનું રહેશે. આ ડાયવર્ઝનની અમલવારી કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી કરવાની રહેશે. આ બાબતે ભવિષ્યમાં અનિયમિતતા ન થાય તેની તકેદારી રાખવા તમામ ડેપો મેનેજરને જરૂરી સુચના આપવામાં આવી છે.