ગોધરા, ગોધરા(ક) વિસ્તારને અડીને આવે જમીનમાં ભળતા નામની ખેડુત બનાવા માટે અટક ન દર્શાવી હોય તેના લાભ લઈને વારસાઈ કરાવી હોવાનુંં સામે આવ્યું છે.
ગોધરા(ક) વિસ્તારને અડીને આવેલ જમીનમાં મૂળ ખેડુત વેન્સીમલ તારાચંદના કુલમુખત્યાર તરીકે ચેતનદાસ તુલસીદાસનું નામ ચાલતું હોય તેનો લાભ લઇ ગોધરા શહેરને અડીને આવેલ 3 (ત્રણ) સર્વે નંબરમાં 44 વર્ષ પછી ભળતા નામનો સહારો લઈને અંદાજીતમાં 5 થી 6 કરોડ ઉપરની જગ્યામાં જીલ્લા બહારથી આવીને વારસાઈ કરવામાં ગોધરા મામલતદાર કચેરીમાં કાયમી અધિકારીઓ સાથે સંપર્ક ધરાવતા ઈસમ દ્વારા વારસાઈ કરવામાં આવી. આ વારસાઈની કાચી નોંધમાં વારસાઈ કરાવનાર વારસદારો નહિ પરંતુ આ વારસાઇ કરવામાં હિત ધરાવતા ઈસમનો મોબાઈલ નંંબર હોવાનું પર્દાફાશ થયો છે. તે જોતાં આવી પડતર જમીનોમાં આવા ઈસમો દ્વારા જીલ્લા બહારના અને ભળતા નામ ધરાવતા વ્યકિતઓને શોધીને વારસાઈ કરાવતા હોવાનુંં સામે આવ્યું છે. ત્યારે પંંચમહાલ જીલ્લા કલેકટર દ્વારા આવા ભળતા નામની અટક ન ધરાવતી વારસાઈમાંં ભુમાફિયાઓ દ્વારા કરવામાં આવી હોય તેની તપાસ કરવા એસ.આઇ.ટી.માં લઈને તપાસ કરવામાં આવે તો ખૂબ મોટા કૌભાંડનો પર્દાફાશ થાય તેવું ચર્ચાઈ રહ્યું છે.