ગોધરામાં બનાવટી નોટો સાથે પકડાયેલ આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરતી કોર્ટ

ગોધરા દયાળ કસ્બાથી આર.ટી.ઓ. જવાના રસ્તા ઉપરથી બાતમીના આધારે બનાવટી ચલણી નોટો સાથે બે ઈસમોને ઝડપી પાડવામાંં આવ્યા હતા. આ કામના આરોપીએ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરવામાં આવી હતી. આ જામીન અરજીની જીલ્લા મુખ્ય જજની કોર્ટમાંં સુનાવણી હાથ ધરતા જામીન અરજી નામંંજુર કરાઈ.

ગોધરા દયાળ કસ્બાથી આર.ટી.ઓ. જવાના રસ્તા ઉપરથી બે ઈસમો બનાવટી ચલણી નોટો લઇને આવી રહ્યા છે. તેવી બાતમીના આધારે પોલીસે નાકાબંધી કરી હતી અને મોહસીન શબ્બીર સીધા (રહે. કાટા સાવણ,તા.હાંસો, ભરૂચ, હાલ.તાંદરજા, વડોદરા) અને સોયેબ અબ્દુલ સત્તાર પટેલ (રહે. ધંત્યા પ્લોટ, અલી મસ્જી રોડ, ગોધરા) પકડવાનો બાકી જ્યારે ઈમરાન શબ્બીર સીધા (મુળ. કારાસાયણ, તા. હાંસોટા, ભરૂચ)ને રૂપીયા 500ની કિંમત 4,00,00/-ની બનાવટી નોટો સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે બન્ને આરોપી પાસેથી 70,640/-રૂપીયાના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી આરોપીઓને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા. આરોપી મોહસીન શબ્બીર સીધા (હાલ.રહે. તાંદલજા, અલીમાન હાઈસ્ટ, વડોદરા) કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મુકવામાં આવી હતી. જામીન અરજી પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ જજ સી.કે.ચૌહાણની કોર્ટમાં સુનાવણી હાથ ધરતાં સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોર એ વિગતવાર દલીલો કરતાં દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીની જામીન અરજી નામંજુર કરાઈ.