ગોધરામાં ATS એ સર્ચ કરી અફધાનિસ્તાન, ઈરાક થી હેન્ડલ થતાં ISKP સંગઠનના 6 શકમંદની અટકાયત કરાઈ

ગોધરા, ગુજરાત રાજ્યમાં આતંકવાદી સંગઠનના સ્લીપર સેલ એકટીવ હોવાના ઈનપુટ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી અને સેન્ટ્રલ આઈ.બી. દ્વારા ગુજરાત પોલીસને મળ્યા હતા. જેના આધારે ગુજરાત એટીએસ દ્વારા અગાઉ સુરત, પોરબંદર બાદ ગોધરા ખાતે સર્ચ કરવામાં આવ્યું હતું. ગોધરા માંથી 6 લોકોની અટકાયત કરાઈ હતી. જેમાં પાંચ લોકો શકમંદ હોય જેથી એટીએસ દ્વારા પુછપરછ હાથ ધરાઈ છે.

ગુજરાત રાજ્યમાં આતંકવાદી સંગઠનના સ્લીપર સેલ એકટીવ હોવાના નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી અને સેન્ટ્રલ આઈ.બી. ઈનપુટ મળ્યા હોય જેના આધારે ગુજરાત પોલીસ દ્વારા સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. ગુજરાત એન્ટીટેરરીસ્ટ સ્કવોડ દ્વારા સુરત અને પોરબંદર ખાતેથી મહિલા સહિત ચાર લોકોની અટકાયત કરાઈ હતી. ગુજરાત પોલીસને ઈનપુટ મળ્યા હતા. જેમાં આતંકી સંગઠન માટે મદદ અથવા તેની વિચારધારાને સમર્થન કરતાં લોકો ગોધરામાં સક્રિય હોય તેવી શંકાના આધારે ગોધરા ખાતે એટીએસ દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું અને સર્ચ દરમિયાન 6 લોકોની અટકાયત કરી અમદાવાદ લવાયા હતા. જેમાં પાંચ જેટલા લોકો શકમંદ જણાતા તેમની પુછપરછ હાથ ધરવામાં આવી છે.