ગોધરા પ્રાંત કચેરીના નાયબ મામલતદાર એમ.એમ.રાણાવાડીયા વતી લાંચના ૧ લાખ રૂપિયા લેતા પટાવાળાને ACB એ રંગેહાથે ઝડપ્યો

ગોધરા,
ગોધરા પ્રાંત કચેરીમાં પ્રતિ નિયુકતથી આવેલ ગોધરા મામલતદાર ઈ-ધરા ગ્રામ્યને આજરોજ એસીબી દ્વારા નાલંદા સ્કુલ પાસે ફરિયાદી પાસેથી ૧ લાખ રૂપિયાની લાંચની રકમ લેવા આવતા ના.મામલતદારનો વચેટીયા પ્રાંત કચેરીના આઉટસોર્સ પટાવાળાને ૧ લાખની લાંચ લેતા રંગેહાથે એસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.

ગોધરાના ફરિયાદી અરજદારે તેમના ભાગીદારના નામે જમીન ખરીદેલ હતી. જે જમીનમાં વધારાના નામ હોવાથી કુટુંબિક હકક કમી કરવા માટે મામલતદાર કચેરી ગોધરા ખાતે ઈ-ધરા શાળામાં કાચી નોંધ પાડવામાં આવેલ આ નોંધ પડતી જમીનના ૭/૧૨ અને ૮(અ)માના બેંક ખાતેદારે વાધા અરજી કરેલ હતી.

આ વાંધા અરજી મામલતદાર કચેરી ગોધરાથી પ્રાંત કચેરીમાં મોકલતા પ્રાંત કચેરી દ્વારા જમીન માલિકને નોટિસ મોકલી હતી. ફરિયાદીએ પ્રાંત કચેરીમાં આવેલ નોટિસનો લેખિત જવાબ રજુ કરેલ હતો. બાદમાં ફરિયાદી નાયબ મામલતદાર ઈ-ધરા મામલતદાર કચેરી ગ્રામ્ય અને હાલ પ્રતિનિયુકત પ્રાંત કચેરી મોહંમદ નઈમ મોહંમદ સાદિક રાણાવડીયાને મળતા ફરિયાદી પાસેથી રૂ.૨,૫૦,૦૦૦/-ની માંગણી કરી હતી. લાંચની રકમ માટે રકમના અંતે રૂ .૧,૦૦,૦૦૦/-આપવાનો વાયદો થયો હતો. ફરિયાદી આરોપી મોહંમદનઈમ મોહંમદસાદિક રાણાવાડીયાને લાંચ આપવા માંગતા ન હોય જેથી ફરિયાદીએ એસીબી ટોલ ફ્રી નંબર ઉપર ફરિયાદ આપી હતી.ફરિયાદીની ફરિયાદના આધારે એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યુ હતુ.

તે મુજબ આજરોજ ગોધરા નાલંદા સ્કુલ પાસે પોધાર સ્કુલના કમ્પાઉન્ડમાં ફરિયાદી સાથે આરોપી નાયબ મામલતદાર મોહંમદ નઈમ મોહંમદ સાદિક રાણાવાડીયા સાથે વાતચીત કરી હતી. અને આરોપી ગણપતભાઈ કાંતિભાઈ પટેલ પ્રાંત અધિકારી કચેરીના આઉટ સોર્સિંગ પટાવાળાએ લાંચના ૧,૦૦,૦૦૦/-રૂપિયા પંચની હાજરીમાં સ્વિકારી એ.સી.બી.ના હાથે રંગેહાથે ઝડપાઈ ગયા હતા. ૧ લાખ રૂપિયાની લાંચની રકમ લઈ આરોપી નાયબ મામલતદાર સાથે વાતચીક કરતા પકડાઈ જતાં એસીબી દ્વારા ગોધરા પ્રાંત કચેરી ખાતેથી મામલતદાર મોહંમદ નઈમ મોહંમદ સાદિક રાણાવાડીયા અને ગણપતભાઈ કાંતિભાઈ પટેલને ઝડપી પાડતા લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.