ગોધરાના રાજય વેરા નિરીક્ષક પુષ્પકકુમાર પંચાલ પાંચ હજારની લાંચ લેતા ACB એ ઝડપાયા.
ગોધરાના રાજય વેરા નિરીક્ષક પુષ્પકકુમાર પંચાલ પાંચ હજારની લાંચ લેતા ACB એ ઝડપાય હતા તેવો જયવિર એન્ટરપ્રાઇઝ નામથી સાંપા રોડ,ગોધરા ખાતે દુકાન વ્યવસાય ધંધા માટે જી.એસ.ટી.નંબર મેળવવા તા.૨૮/૧૨/૨૦૨૩ના રોજ ઓન લાઇન અરજી કરેલ જે જી.એસ.ટી.નંબર આપવાના કામે આક્ષેપિતે સ્થળ વિઝીટ કરી ફરીયાદી પાસે રૂ.૫૦૦૦/- માગણી કરેલ જે ફરીયાદી આપવા માગતા ન હોય તે માટે ACB માં ફરીયાદ આપતા તા.૦૮/૦૧/૨૦૨૪ ના રોજ ગોઠવાયેલ લાંચના છટકા દરમ્યાન આક્ષેપિતે પંચ-૧ ની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરી રાજય વેરા કચેરી ગોધરા ખાતે પોતાની બેઠક વ્યવસ્થાના ટેબલ ઉપર મુકાવી રૂા.૫,૦૦૦/- ની લાંચની માંગણી કરી સ્વીકારી પકડાઇ ગઈ હતી.પુષ્પકકુમાર પંચાલ ને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.