ગોધરામાં ABVP દ્વારા પશ્ચિમ બંગાળ સંદેશ ખાલીમાં મહિલાઓ ઉપર થયેલ અત્યાચારોને લઈ પુતળા દહન કરી આવેદન આપ્યું

ગોધરા,ગોધરા શહેરમાં આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી અને પશ્ચિમ બંગાળના સંદેશ ખાલી વિસ્તારમાં થયેલ વ્યાપક હિંસાના મુખ્ય સૂત્રધાર અને જાતીય સતામણી તેમજ જમીન હડપ કરવાના કેસમાં મુખ્ય આરોપી તૃણમૂલ કોંગ્રેસ નેતા શાહજહાં શેખ દ્વારા મહિલાઓ પર અઘટિત અપરાધો અને અત્યાચારો કરવામાં આવ્યા હોવાના આક્ષેપો કરાયા છે. જેના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદનપત્ર આપી પૂતળા દહન કરવામાં આવ્યું હતું.

ABVP ગોધરા દ્વારા સંદેશખાલીમાં મહિલાઓ પર અત્યાચારોને લઈ ગાંઘી ચોક સર્કલ ખાતે બંગાળના મુખ્યમંત્રીનું પૂતળા દહન કર્યું આજરોજ પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં તુણમુણ કોંગ્રેસના નેતા અને એમના સહાયકો વર્ષોથી ટાપુની સુંદર અને અબળા મહિલાઓને અપરહણ કરી એમનું શોષણ કરી.અત્યાચારો કરી. જ્યાં સુધી અત્યાચારીઓને સંતોષ ન મળે ત્યાં સુઘી મહિલાઓને બંધક બનાવી એમની જમીનો બળજબરી પૂર્વક કબ્જો લઈ ઘણા અત્યાચારો કરવામાં આવી રહ્યા છે. જયારે અત્યાચાર કરતા અત્યાચારિયો સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવે ત્યારે વિરોધ કરતા લોકોને ધાક ધમકીઓ આપવામાં આવતી હોય છે અને ખાસ કરીને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી એક મહિલા હોય તેમ છતાં પશ્ચિમ બંગાળના સંદેશખાલી ટાપુમાં રહેતી મહિલાઓ પર આટલા અત્યાચાર કરવામાં આવી રહ્યા છે.

હાલ દેશભરમાં સંદેશખાલી ટાપુમાં રહેતી મહિલાઓ પર થતા અત્યાચારને લઈ વિરોઘ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. હાલ દેશભરમાં ચલાવવામાં આવેલ વિરોધ પ્રદર્શનની માત્ર દેખાવા માટે પશ્ચિમ બંગાળની સરકારે અત્યાચારીઓને પકડ્યા પણ કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી જેને લઈ આજરોજ ABVP ગોધરા દ્વારા અત્યાચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ સાથે ગોધરા ગાંઘી ચોક સર્કલ ખાતે ABVP નાં વિદ્યાર્થીઓ દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પુતળા દહનનું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.