પ્રાપ્ત માહિતી મુજબ મૂળ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામે રહેતા અને હાલ અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં રહેતા કુંજલભાઈ રમણભાઈ પટેલે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ વ્યવસાયે તબીબ છે, ગત 17 ઓગષ્ટ શનિવારે રાત્રે તેઓ પોતાની કારમાં માતા તરૂલતાબેન રમણભાઈ પટેલ અને પત્ની અંજલીબેન સાથે અમદાવાદથી પોતાના વતન સંતરામપુર ખાતે આવી રહ્યા હતા, કુંજલભાઇ પટેલ પોતાની કાર લઈને ગોધરા નજીકથી પસાર થતા છબનપૂરથી અમદાવાદ તરફ જતા બાયપાસ રોડ પર અભરામ પટેલના મુવાડા ગામ નજીકથી રાત્રીના સુમારે પસાર થઈ રહ્યા હતા, તે વેળાએ પાછળથી પૂરઝડપે આવેલા એક અન્ય કારના ચાલકે કુંજલભાઈની કારને ટક્કર મારી હતી, આ અકસ્માતમાં કારમાં સવાર તમામ વ્યક્તિઓને નાનીમોટી ઈજાઓ પહોંચી હતી, તેમજ કુંજલભાઈના પત્ની અંજલિબેન અને માટે તરૂલતાબેનને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ થયા હતા, જ્યારે કારમાં સવાર અન્ય વ્યક્તિઓને પણ નાનીમોટી ઈજાઓ પહોંચી હતી, અક્સ્માત બાદ અન્ય કારચાલક પોતાની કાર ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો, સમગ્ર ઘટનાને લઈને ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે તા 18 ઓગષ્ટ રવિવારે રાત્રે પોણા એક કલાકે ફરાર થયેલા કારચાલક સામે કારના નંબરના આધારે ફરિયાદ નોંધાવા પામી છે.