ગોધરામાં આદિવાસી સમાજ દ્વારા યુસીસીના વિરોધ સાથે કલેકટરને આવેદન આપ્યું

ગોધરા, ગોધરામાં આદિવાસી સમાજ દ્વારા UCC (યુનિફોર્મ સિવિલ કોડ)નો પ્રચંડ વિરોધ નોંધાવવામાં આવ્યો. પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વિવિધ ગામોમાં નિવાસ કરતા આદિવાસી સમાજ આજે ગોધરા કલેકટર કચેરી ખાતે મોટા પાયે એકત્ર થયો હતો અને યુસીસીના વિરૂદ્ધમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલને ઉદ્દેશીને પંચમહાલ જિલ્લા કલેકટર મારફતે આવેદનપત્ર આપી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાથી સમગ્ર દેશના આદિવાસીઓના રીત રિવાજો, પરંપરા,ઉતરાધિકાર કાનૂન, તેમજ પ્રાસ સંવિધાન અનુચ્છેદ 13(ક)ના અનુપાલન, સંવિધાન બનાવવા વાળા દ્વારા સંવેધાનિક વિધિઓ, સંવિધાન પૂર્વ કરાર, સંધી અનુચ્છેદ 13(3)(ક),372(1)નું ધ્યાનમાં રાખતા સંવિધાન અનુચ્છેદ 44 લિખિત રાજ્યની નીતિ નિર્દેશક તત્વ અનુસાર સમાન નાગરિક સંહિતાના દેશભરના અનુસૂચિત ક્ષેત્ર, અનુસૂચિત જનજાતિ, વિસ્થાપિત અનુસૂચિત જનજાતિ અને પ્રવાસીત આદિવાસીઓ ઉપર UCC લાગુના કરવામાં આવે તેવી માંગ પંચમહાલ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે સંવિધાન લાગુ થયા બાદ અનુચ્છેદ 1 થી 4 રાજયક્ષેત્ર વિભાજન પ્રમાણે સામાન્ય રાજ્ય તથા ટ્રાઈબલ એરિયા અંતર્ગત તેમજ કોઈ અન્ય રાજ્યના સ્વતંત્ર આદિવાસી ક્ષેત્રોની પાંચમી અનુસૂચિત ક્ષેત્ર, આદિવાસી ક્ષેત્રનું નિર્ધારણ કરવામાં આવ્યું છે. દેશમાં લગભગ 500 થી વધુ આદિવાસી સમુદાયને અનુસૂચિત જનજાતિના રૂપમાં અધિસુચિત કરવામાં આવ્યા છે. ત્યારે સંવિધાનના અનુચ્છેદ 244(1) અનુસાર અનુસૂચિત ક્ષેત્રમાં કાર્યપાલક મેજિસ્ટ્રેટની જગ્યાએ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ અપરાધિક ગુન્હાઓમાં સુનાવણી હાથ ધરીને દેશમાં વિવિધ રાજ્યોમાં વિવિધ કાયદાઓ થકી આદિવાસીઓને સંવિધાન વિરૂદ્ધ જેલોમાં ધકેલવામાં આવી રહ્યા છે. જે ખરેખર આદિવાસીઓનાં ન્યાયતંત્રની વિરૂદ્ધ ખોટું છે, જેનો અમે વિરોધ કરી રહ્યા છે. અનુસૂચિત જનજાતિઓના સ્ટેટસ ઉપર હાલ મોટો ખતરો તોળાઈ રહ્યો છે. જળ, જમીન, જંગલ,ખનિજ ઉપર ખતરો છે. પાંચમી અનુસૂચિ ઉપર ખતરો છે. ત્યારે સાથે સાથે અનુચ્છેદ 334 અનુસાર લોકસભા અને વિધાનસભામાં એમ.પી., એમ.એલ.એ અનુસૂચિત જનજાતિ આરક્ષણ નું પ્રાવધાન છે.તે પણ એસ.ટી.સ્ટેટસ ખતમ થવામાં અને સાથે આરક્ષણ પણ સમાપ્ત થઈ જશે. માટે એક સમાન નાગરિક સંહિતા UCCમાં અનુસૂચિત ક્ષેત્ર,અનુસૂચિત જનજાતિ, આદિવાસી, વિસ્થાપિત આદિવાસી, પ્રવાસીત આદિવાસી ઉપર આ લાગુ કરવામાં ના આવે. લોકતંત્રનો હિસ્સો હોવાના કારણે સંવિધાનના 13(2) અમને હક આપે છે કે, આ UCC નો અમે લોકતાંત્રિક રીતે વિરોધ કરીએ છીએ.

ત્યારે અમે આદિવાસી સમુદાય માંગ કરીએ છીએ કે સંવિધાનના અનુચ્છેદ 44 અનુસાર રાજ્યની નીતિ નિર્દેશક તત્વની બાધ્યતા નહિ હોવાના કારણે તેમજ સંવિધાન પૂર્વ કરાર સંધિ હોવાના કારણે UCC એક સમાન નાગરિક સંહિતાનો સમસ્ત આદિવાસી સમુદાય ઉપર, આદિવાસી ક્ષેત્રોમાં લાગુ કરવામાં ના આવે. અન્યથા ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા આ સંવેધાનિક સંકટ દ્વારા સંજ્ઞાન લેવા ઉપર દેશના સમસ્ત આદિવાસી ક્ષેત્રોના વિલય ઉપર વાઇટ પેપર એગ્રીમેન્ટ, સંવિધાન સભામાં આદિવાસીઓનું પ્રતિનિધિત્વ, સંવિધાન સભામાં આદિવાસી ક્ષેત્રોની માટે વાદ વિવાદ, સંવેધાનિક સંકટ ઉત્પન્ન નહિ થઈ જાય તે માટે આ કાળા કાયદાને આદિવાસીઓ ઉપર લાગુ કરવામાં ના આવે.

ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા કલેકટર કચેરી ખાતે આજે સમસ્ત આદિવાસી સમુદાય આદિવાસી સામાજિક એકટીવિસ્ટ પ્રવીણ પારગીના આગેવાની હેઠળ UCCના વિરોધમાં પ્રચંડ નારાઓ સાથે જોડાયું હતું અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરી UCC આદિવાસી સમુદાય ઉપર લાગુ ના કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.