
- જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં બે કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો
- રાત્રીના 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો
- ભારે વરસાદને લઈને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
- ગોધરા રેલવેસ્ટેશન ના રેલવે ટ્રેક પર પણ પાણી ભરાયા
- હાલ વરસાદે વિરામ લેતા સોસાયટી વિસ્તારોમાં ભરાયેલા પાણી ઓસરવાનું શરૂ થયું
- ભારે વરસાદને લઈને હાલ કોઈ જાન હાનિ નહિ
ગોધરા શહેરમાં મોડી સાંજે મેઘરાજાની પધરામણી થઇ હતી, માત્ર બે કલાકમાં ગોધરા શહેરમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો, બીજી તરફ 6 ઇંચ વરસાદને પગલે ગોધરા શહેરના મોટાભાગના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા, અત્રે નોંધનીય છે કે ચાલુ વર્ષે સીઝનનો રેકોર્ડ બ્રેક સોમવારની સાંજે માત્ર બે કલાકમાં ખાબક્યો હતો.



