હોળી ફાગણ ની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્યચોક જેવા સ્થાન પર છાણા, લાકડાંની ‘હોળી’ તૈયાર કરે છે. સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, પ્રદુષણ મુકત ભારત બનાવવા માટે ગાયના છાણમાંથી તૈયાર કરાયેલ ગોબર સ્ટીકથી વૈદિક હોળીનું શહેર સહિત જિલ્લામાં પ્રાગટય થાય તે માટે ગોધરાની વિવિધ સેવાકીય સંસ્થાઓ ગાયત્રી પરિવાર, ભારત વિકાસ પરિષદ, પતંજલી પરિવાર, રોટરી કલબ, આર્ટ ઓફ લિવિંગ પરિવાર, લાયન્સ કલબ સહિત દ્વારા વૈદિક હોળી અભિયાન હાથ ધર્યું હતું. જે અભિયાન અંતર્ગત ગોધરામાં 30થી વધુ સ્થળોએ વૈદિક હોળી પ્રગટાવવાનું નક્કિ કરેલ છે.
જેમા અંદાજીત 10 હજાર કિલો ગૌ-કાષ્ટનો ઉપયોગ કરવામાં આવશે. વૈદિક રીતે હોળીની ગોબર સ્ટીકમાં ગાયનું ઘી, કપુર, હવન સામગ્રી, ઔષધીઓનો ઉપયોગ કરવાથી વાતાવરણમાં શુદ્ધિકરણ થાય છે. તથા ગૌ કાષ્ટના ઉપયોગથી બે સીધા ફાયદા છે. એક તો એટલાં જંગલ કપાતાં બચે છે અને બીજું ગૌ કાષ્ટ બનાવતી ગૌશાળાઓને કમાણી થાય અને આત્મનિર્ભર પણ બની શકે છે. વૈદિક હોળી પ્રગાટવવામાં આવશે તે સ્થળે હવન સામગ્રી ગાયત્રી શકિતપીઠ તરફથી નિઃશુલ્ક આપશે.