- ચોરીની ઈકો ગાડીમાં એકસીડન્ટવાળી તથા જુની ઈકોના એન્જીન નંબર અને ચેસીસ નંબર બદલી સાચા તરીકે ઉપયોગ કરતા
- એલ.સી.બી. પોલીસે છ ઈસમોને ૮,૦૫,૦૫૦/-લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા
- ગોધરા માંથી ચોરી થયેલ ઈકો ગાડીના ભેદ ખુલ્યા
- પકડાયેલ ૪ ઈસમો દ્વારા રેલ્વે કોલોની અને ભુરાવાવ વિસ્તાર માંથી ઈકો ગાડીની ચોરી કરી હતી
ગોધરા,
ગોધરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી ચોરી કરી લાવેલ ઈકો ગાડીઓમાં એકસીડન્સ થયેલ હોય તેવી તેમજ જુની ઈકો ગાડીઓના એન્જીન તથા ચેસીસ નંબરો બદલી નાખી તેમજ નાખવાની કોશીષ કરતા છ ઈસમોને અમદાવાદ હાઈવે રોડ સીમલા ગેરેજ જતાં બોર્ન મીલ સામે ગાડી રીપેરીંગની દુકાન માંથી ૮,૦૫,૦૫૦/-રૂપીયાના મુદ્દામાલ સાથે ગોધરા એલ.સી.બી. પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા. ઝડપાયેલ ઈસમોની પુછપરછ દરમ્યાન રેલ્વે કોલોની માંથી ઈકો ગાડીની ચોરી તેમજ ભુરાવાવ વિસ્તાર માંથી ચોરી કર્યાની કબુલાત કરી છે. પોલીસ દ્વારા પકડાયેલા ચોર ઈસમો દ્વારા અત્યાર સુધી કેટલા વાહનોની ચોરી કરેલ છે. તે દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગોધરા એલ.સી.બી. પોલીસને બાતમી મળેલ હતી કે, આજથી બે માસ ઉપર શહેરમાં વિવિધ વિસ્તરોમાંથી ઈકો ગાડીની ચોરી થયેલ છે. આ ઈકો ગાડીની ચોરી કરવામાં તોફીક ઉર્ફે પેન્ટર બિસ્મીલા ઉર્ફે નનુ કાળુ શેખ રહે. સીગ્નલ ફળીયા, સીરાજ મહમહ હનિફ પોસ્તી રહે. ઈમરાન મસ્જીદ આગળ, હશન ગુલઝાર પઠાણ રહે.મુગ્ના ફળીયા રેલ્વે સ્ટેશન સામે, નાવેદ ઉર્ફે નિકુ સિરાજ છુટ્ટન પઠાણ રહે. અલી મસ્જીદ રોડ તલાવડી ચોરીની ઈકો ગાડી સંતાડી રાખી છે અને તેમના મળતીયા સોયેબ હુસેન સુઠિયા રહે.મક્કી મસ્જીદ જેનું અમદાવાદ રોડ ઉપર સીમલા ગેરેજ જતાં બોર્ન મીલની સામે નામ વગરનું ફોર વ્હીલ ગાડીઓ રીપેરીંગ ગેરેજ ચલાવે છે. તે જગ્યા એ પાંચ ઈસમો પુરઆયોજીત રીતે ચોરી કરીને લાવેલ ઈકો ગાડીઓના એન્જીન તથા ચેસીસ નંબર તથા રજીસ્ટ્રેશન નંબર બદલવાની કામગીરી કરી રહ્યા છે. અને જેમાં એક જુની ઈકો ગાડી ગામડાનો રાજેશ ઉર્ફે લાલાભાઈ અનોપસિંહ પટેલ (કશનપુર તા.મોરવા(હ)) લઈને આવ્યો છે. તેમજ ગેરેજ ચલાવતા શોએબ હુસેન સુઠીયા એ એક એકસીડન્ટ થયેલ ઈકો ગાડી હરાજીમાં લાવ્યો છ.ે જેમાં આ એકસીડન્ટ થયેલ ઈકો ગાડી તેમજ રાજેશ લાલાભાઈ પટેલની જુની ઈકો ગાડીના એન્જીન તથા ચેસીસ નંબરો તેમજ રજીસ્ટે્રશન નંબરો કાઢી બદલી કરીને ચોરી કરીને લાવેલ બે ઈકો ગાડીઓમાં એકસીડન્ટવાળી તેમજ જુની ઈકો ગાડીના રજીસ્ટે્રશન કાગળો ઉપર ફેરવા અદબ-બદલ કરવામાં આવી રહ્યા છે. ચોરી કરીને લાવેલ ઈકો ગાડી સાચા તરીક ઉપયોગ કરી વેચવાની પેરવી કરી રહ્યા છે. તેવી બાતમીના આધારે ગોધરા એલ.સી.બી.પોલીસે તપાસ કરી હતી અને તોફીક ઉર્ફે પેન્ટર બિસ્મીલ્લા, સીરાજ મહમદ હનિફ પોસ્તી, હશન ગુલજાર પઠાણ, જાવેદ પઠાણ, શોએબ સુઠિયા, રાજેશ ઉર્ફે લાલાભાઈ પટેલને ઝડપી પાડયા હતા. પોલીસની કાર્યવાહી દરમ્યાન ઈકો ગાડી નંબર જીજે.૦૧.ડબલ્યુ.એ.૫૪૨૮, છુટુ પાડેલ એન્જીન, ચેસીસ નંબર લખેલ છુટી પ્લેટ, ઈકો ગાડી નંબર જીજે.૩૪.બી.૦૮૬૭, એન્જીનના અલગ અલગ સ્પેર પાર્ટસ, એકસીડન્ટવાળી ઈકો ગાડી મળી ૮,૦૫,૦૫૦/-પીયાનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. પકડાયેલ ચોર ઈસમોની પુછપરછ દરમ્યાન ઈકો ગાડી નંબર જીજે.૦૧.ડબલ્યુ.એ.૫૪૫૮ની નંબર લગાવેલ છે. તે ઈકોનો સાચો નંબર જીજે.૦૬.પીએ.૫૩૫૭ છ ને ત્રણ મહિના પહેલા રેલ્વે કોલોની માંથી તોફીક, સીરાજ પોસ્તી, હશન પઠાણ, નાવેદ પઠાણ એ ચોરી કરેલ હતી. જ્યારે બીજી ઈકો ગાડી નંબર જીજે.૩૪.બી.૦૮૬૭ લખેલ છે. તે ઈકોનો સાચો નંબર જીજે.૧૭.બીએન.૮૧૮૨નો છે. અને ઈકો ગાડી વીસ દિવસ પહેલા ભુરાવાવ વિસ્તાર માંથી ચોરી કર્યાની કબુલાત કરેલ છે. તેવી કબુલાત કરી છે. ગોધરા એલ.સી.બી. પોલીસે દ્વારા પકડાયેલ ચોર ઈસમો દ્વારા અત્યાર સુધી કેટલા વાહનોની ચોરીને અંજામ આપ્યો છે. અને કયાંથી ચોરી કરી છે. તે દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી છે. પકડાયેલ ચોર ઈસમો પૈકીના હશન ગુલજાર પઠાણ અને નાવેદ ઉર્ફે નિકુ સીરાજ છુટ્ટા પઠાણ વડોદરા તથા ગોધરા શહેર પોલીસ મથકના ગુનામાં સંડોવાયેલ છે. પકડાયેલ તમામ આરોપીઓ વિદ્ધ ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે.
ગોધરા એલ.સી.બી. પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ ચોર ઈસમોની ઈકો ગાડીઓની ચોરી કરતા હતા. તેઓની મોરસ ઓપેન્ડી એ હતી કે, ઈકો ગાડીઓ ચોરી લાવી ચોરીની ઈકો ગાડીઓના એન્જીન નંબર તથા ચેસીસ નંબર તેમજ રજીસ્ટ્રેશન નંબર એકસીડન્ટ થયેલ અથવા જુની ઈકો ગાડીઓમાં ચોરી કરેલ ઈકો ગાડીઓ ઉપર લગાડીને તેના સાચા તરીકે ઉપયોગ કરતા હતા.