ગોધરાની કસ્ટોડિયન ઈવેકયુ પ્રોપર્ટી પચાવી પાડવા ૪૭ વર્ષ બાદ ષડયંત્ર રચી આરોપીએ માતાના ભળતા નામથી પેઢીનામુ બનાવી ગુનો આચરવામાં આવતા ૪ ઈસમો સામે ફરિયાદ નોંધાઈ

ગોધરા,
ગોધરાના રે.સર્વે નં.-૮૮૪, ૮૮૭, ૮૯૧, ૯૩, તથા ૯૩૩ વાળી જમીન તે ઈસ્માઈલ રસુલ બોકડાની દિકરી પાકિસ્તાન ચાલ્યા જવાથી ડેકસ્ટોડિશન ઓફ ઈવકયુ પ્રોપર્ટી તરીકે હકક નોંધ નં.-૭૦૬૧ તા.૨૬/૦૫/૧૯૬૬માં દાખલ કરવામાં આવેલ હોય ૪૭ વર્ષ બાદ જમીન પચાવી પાડવા માટે ભળતા નામની વ્યકિતને ઉભા કરી દિકરીને પત્નિ તરીકે બોગસ હુકમના આધારે ૦૧/૦૨/૨૦૨૩ના રોજ હકક નોંધ ૭૨૬૧૪ પાડવા માટે અરજી કરી હકક કમી દાખલ થવા બાદ તા.૦૨/૦૬/૨૦૨૩ જમીનમાં પોતાના નામ દાખલ કરાવી જમીન પચાવી પાડવાના ગુનામાં ગોધરા બી-ડીવીઝન પોલીસ મથકે ચાર ઈસમો ખાલીદ હુસેન મોહંમદ હુસેન બોકડા, ઐયુબ મોહંમદ હુસેન બોકડા, ફેઝાન યાકુબ મદારા, મોહસીન જીયાઉદ્દીન ટપલા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૩૬(૨),૩૩૭, ૩૩૮, ૩૩૬(૩), ૩૪૦(૨), ૩૪૧(૧), ૬૧(૨)મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ગોધરાના રે.સર્વે નં.૮૮૪, સર્વે નં.-૮૮૭, સર્વે નં.-૮૯૧, સર્વે નંં.-૯૩૧, સર્વે નં.-૯૩૩ વાળી જમીન ફાતમાને ઈસ્માઈલ રસુલ બોકડાની દિકરી જે પાકિસ્તાન ચાલ્યા જવાથી ડેકસ્ટોડિયન ઓફ ઈવકયુ પ્રોપર્ટી તરીકે નોંધ નં.-૭૦૬૧ તા.૨૬/૦૫/૧૯૬૬માં દાખલ કરવામાં આવેલ હતી. અને ૪૭ વર્ષ બાદ આરોપીઓ ખાલીદ હુસેન મોહંમદ હુસેન બોકડા, ઐયુબ મોહંમદ હુસેન બોકડા, ફૈઝાન યાકુબ મદારા, મોહસીન જીયાઉદ્દીન ટપલા એ જમીન પચાવી પાડવા માટે ષડયંત્ર રચવામાં આવ્યુ હતુ. અને ભળતુ નામ ધરાવતી ફાતમાને મોહંમદ ચુંચલાની દિકરી તે મોહંમદ યુસુફ બોકડાની પત્નિને ફાતમા ઈસ્માઈલ રસુલ બોકડાની દિકરી તે મોહંમદ યુસુફ બોકડાની પત્નિ તરીકે દર્શાવી ઈસ્માઈલ રસુલ બોકડાની દિકરીના લગ્ન મોહંમદ યુસુફ બોકડા સાથે થયેલ ન હોવા છતાં આવુ ખોટુ નામ ધારણ કર્યુ હતુ.અને નાયબ કલેકટર ગોધરા પ્રાંત ગોધરા ફોડ બોગસ હુકમ ઉભા કરેલ અને જમીનમાં ફાતમા ઈસ્માઈલ રસુલ બોકડાની દિકરી તે મોહંમદ યુસુફ બોકડાની ૫ત્નિ નામનો ફ્રોડ હુકમની હકક નોંધ ૭૨૬૧૪ તા.૦૧/૦૨/૨૦૨૩ પડાવવા મામલતદાર કચેરી ગોધરા શહેરમાં ફાતમા ઈસ્માઈલ રસુલ બોકડા નામની વ્યકિત પાકિસ્તાન જતા રહેલ છે ના નામની અરજી કરેલ હતી.

આ પણ વાંચો : રાજયના 29 જિલ્લમાં આગામી 4 દિવસ ભારે થી અતિભારે વરસાદની આગાહી : પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, જેવા જિલ્લા ઓરેન્જ એલર્ટ પર

આ અરજી કરતા સમયે ફાતમા મોહંમદ ચુંચલાની દિકરીને મોહંમદ યુસુફ બોકડાની પત્નિ હયાત ન હતી. આ રીતે સરકારી કચેરીમાં ખોટા નામે અરજી કરેલ હતી. આ રીતે ફોડ હુકમથી નામ દાખલ થયા બાદ ફાતમા તે મોહંમદ ચુંચલાની દિકરીને મોહંમદ યુસુફ બોકડાની પત્નિના વારસદારો ૧૧ ખાલીદ હુસેન મોહંમદ યુસુફ બોકડા, ઐંયુબ મોહંમદ યુસુફ બોકડા, એ તેમની વારસાઈ હકક નોંધ નં.-૭૩૦૫૨ તા.૦૨/૦૬/૨૦૨૩ની કરાવી આ જમીનમાં પોતાનુ નામ દાખલ કરાવી ગેરકાયદેસર લાભ મેળવેલ છે. આ ગેરકાયદેસર લાભ મેળવવા પેઢીનામામાં પોતાની માતા ફાતમાના પિતાનુ નામ ખોટુ દર્શાવી તેની પાછળ પોતાની પિતાનુ નામ દર્શાવી ખોટો લાભ મેળવેલ છે. આ પેઢીનામામાં સાક્ષી તરીકે સહી કરનાર મદારા ફૈઝાન યાકુબ, મોહસીન જીયાઉદ્દીન ટપલાએ પણ ખોટુ પેઢીનામુ બનાવવા માટે તથા ખોટો લાભ મેળવનારને મદદગારી કરવા માટે જવાબદાર છે. ખોટુ પેઢીનામુ બનાવવા માટે ઐયુબ મોહંમદ યુસુફ બોકડાએ નોટરી ‚બ‚ ખોટુ સોગંદનામુ કરેલ છે. અને માતાના ભળતા નામનો ઉપયોગ ઈવેકયુ પ્રોપર્ટી નામની સરકારી જમીન પચાવી પાડવાના ષડયંત્રમાં ૪ ઈસમો વિરુદ્ધ ગોધરા બી-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ગોધરામાં ભળતા નામની જમીનો પચાવી પાડવાના કારસા રચતા હોય અને અગાઉ આવા ફ્રોડ કર્યા હોય તેવા ભુમાફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.