ગોધરા, ગોધરા-લુણાવાડા રોડ ઉપર ઓરનેટ ફર્નિચર સામે અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલકને ટકકર મારતાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ કરતાં ફરિયાદ નોંધાઈ.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગોધરા-લુણાવાડા રોડ ઉપર ઓરનેટ ફર્નિચર સામે બાઈક નં.જીજે.17.વીજે.4875 મિનેશ મોહનભાઈ બારીયા રહે. બોડીદ્રા ખુર્દ, તા.શહેરા ધરે પરત આવતો હોય દરમિયાન અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટકકર મારી મિનેશને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોેંચાડી ધટના સ્થળે મોત નિપજાવી ગુન્હો કર્યાની ફરિયાદ ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.