ગોધરા, ગોધરા તાલુકાના હાઈવે પાસે પંચામૃત ડેરી જતા આગળના ભાગે એક મેદાનના ભાગમાં એક વીજ પોલ નમી ગયેલ છે. તે એમજીવીસીએલ તંત્રના નજરે ચઢતો નથી. આ થાંભલો કયારે પણ રસ્તા ઉપર પડી શકે છે. અને અહિંથી મોટી સંખ્યામાં લોકો અવર જવર કરે છે ત્યારે નમી ગયેલ વીજ પોલ પણ તુટી પડે તો તેના ચાલુ વીજ વાયરો રસ્તા ઉપર પડે તો મોટી જાનહાનિ સર્જાય તો કોઈ નવાઈ નથી. વીજપોલનો પાયાના ભાગેથી તિરાડ પડેલી જોવા મળી રહી છે.ત્યારે એમજીવીસીએલના વહીવટી તંત્ર સજાગ બની નમી ગયેલા વીજપોલને વહેલી તકે મરામત કરે તે આવશ્યક બન્યુ છે.