ગોધરા-લુણાવાડા હાઈવે એસ.આર.પી. ગૃપ પાસે ફોર વ્હીલ બાઈકને અડફેટમાં લઈ મહિલાનું મોત : બેને ઈજાઓ

ગોધરા,ગોધરા-લુણાવાડા હાઈવે રોડ ઉપર એસ.આર.પી.ગૃપ-પ ની સામે રોડ ઉપર બાઈક ચાલક પોતાની બહેન અને માતા સાથે પસાર થઈ રહ્યા હતા. ત્યારે ફોર વ્હીલ ગાડીના ચાલકે બાઈકને ટકકર મારી ફરિયાદીની માતાને ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી તેમજ બહેનને ઈજાઓ પહોંચાડી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવા પામી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા-લુણાવાડા હાઈવે રોડ એસ.આર.પી.ગૃપ-5 સામે રોડ ઉપરથી બાઈક નં.જીજે.17.સીડી.1942ના ચાલક અમીતકુમાર મહેન્દ્રભાઇ પટેલ (રહે. ડેમલી,તા.શહેરા) તેમની અંજલી અને માતા ભાવનાબેન સાથે ગોધરા શાકભાજી લેવા જઈ રહ્યા હતા. ત્યારે ફોર વ્હીલ નં.જીજે.17.બીએન.2885ના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી બાઈકને ટકકર મારતાં ભાવનાબેનને ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી તેમજ બહેન અને અજયભાઇને ઈજાઓ પહોંચાડી ગુનો કર્યાની ફરિયાદ એ ડીવીઝન પોલીસ મથકે નોંધાવા પામી છે.